Board Result: બોર્ડના પરિણામની આતુરતાથી રાહ જોતા વાલીઓ-વિદ્યાર્થીઓ માટે મોટી ખબર, જાણો ચૂંટણી બાદ ક્યારે આવશે રીઝલ્ટ!

ADVERTISEMENT

14 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી એક્ઝામ
Gujarat Board Exam News
social share
google news

Gujarat Board Exam News: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાના પરિણામને લઈને મોટી અપડેટ સામે આવી છે. અગાઉ એવું કહેવામાં આવી રહ્યું હતું કે બોર્ડની પરીક્ષાના પરિણામ લોકસભાની ચૂંટણીના કારણે એપ્રિલ મહિના અંતિમ દિવસોમાં આવી જશે. જોકે, હવે આ મામલે નવી અપડેટ પ્રમાણે બોર્ડ પરીક્ષા પરિણામ પણ હવે ચૂંટણી બાદ ૧૫મી મેની આસપાસ જાહેર થાય તેવી શક્યતા છે. 

14 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી એક્ઝામ

તમને જણાવી દઈએ કે ગુજરાત બોર્ડની 10મી અને 12મી બોર્ડની પરીક્ષા 11મી માર્ચથી લેવાઈ હતી જે 26મી માર્ચ સુધી ચાલી હતી. આ વર્ષે ગુજરાતમાં 14 લાખ વિદ્યાર્થીઓએ 10મા અને 12માની બોર્ડની પરીક્ષામાં ભાગ લીધો હતો. ઉત્તરવહીની ચકાસણી પૂર્ણ થયા બાદ પરિણામ જાહેર કરવા માટે ડેટા એન્ટ્રીની કામગીરી પણ પૂર્ણ થઈ ચૂકી છે. ત્યારે હવે મતદાન બાદ પરિણામ જાહેર થશે તેવું કહેવામાં આવી રહ્યું છે. 

અત્યાર સુધી બોર્ડની પરીક્ષાના પરિણામના આંકડા કેવા રહ્યા છે?

જોકે, વર્ષ 2016થી લઈને વર્ષ 2023 સુધીની વાત કરવામાં આવે તો વચ્ચેના બે વર્ષ એવા પણ હતા જેમાં કોરોના મહામારીને કારણે બોર્ડના વિદ્યાર્થીઓને પાસ કરી દેવાયા હતા. આ બે વર્ષની વાત કરવામાં આવે તો વર્ષ 2021 અને વર્ષ 2022માં આ પ્રકારની સ્થિતિ જોવા મળી હતી. આ બે વર્ષ સિવાય ચાલો આપણે જાણીએ કે બોર્ડના પરિણામોના આંકડા કેવા રહ્યા છે. 

ADVERTISEMENT

ધોરણ 10ના પરિણામના પાછલા વર્ષોના આંકડા

વર્ષ છોકરીઓ છોકરાઓ કુલ પરિણામ
2023 70.62% 59.58% 64.62%
2022 59.92% 71.66% 65.18%
2021 માસ  પ્રમોશન કોરોના કાળ
2020 66.02% 56.53% 60.64%
2019 72.64% 62.83% 66.97%
2018 60.63% 45.88% 67.50%
2017 73.33% 64.69% 68.24%
2016 85.29% 84.62% 86.69%

    follow whatsapp

    ADVERTISEMENT