ઉનાળો બનશે આકરો: ગુજરાતના અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ, હીટવેવને લઈને ચેતવણી જાહેર
Gujarat Weather Update: અગાઉ ઉનાળો આકરો રહેશે તેવી સ્થાનિક હવામાન વિભાગે આગાહી કરી હતી. આ આગાહી એપ્રિલ મહિનામાં જ સાચી પડી ગઈ છે. આ મહિનામાં જ ગરમીએ તેના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.
ADVERTISEMENT
Gujarat Weather Update: અગાઉ ઉનાળો આકરો રહેશે તેવી સ્થાનિક હવામાન વિભાગે આગાહી કરી હતી. આ આગાહી એપ્રિલ મહિનામાં જ સાચી પડી ગઈ છે. આ મહિનામાં જ ગરમીએ તેના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ગુજરાતના 5-5 શહેરોમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર કરી ગયો હતો. હવે તો લોકોએ વધુને વધુ કાળઝાળ ગરમીમાં શેકાઈ જવા તૈયાર રહેવું પડશે. કારણ કે હવામાન વિભાગે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 4 દિવસ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. સાથે જ અમદાવાદ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ગરમીનો પ્રકોપ વધાવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.
જાણો ક્યાં વિસ્તારોમાં પડશે ધગધગતી ગરમી?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ચારથી પાંચ દિવસમાં દરિયાકાંઠાના કેટલાક વિસ્તારોનું તાપમાન વધી શકે છે. પોરબંદર, ભાવનગર અને દીવ ગઈકાલથી હીટવેવની અસર હેઠળ આવીને ભારે ગરમીથી ધગધગી ઉઠ્યા છે. પોરબંદર અને ભાવનગરમાં હજુ પણ હીટવેવ લોકોને તોબા પોકારાવી દેશે.
1થી 4 સુધી યલો એલર્ટ જાહેર
હવામાન વિભાગના જણાવ્યા અનસુાર, આવતીકાલે એટલે કે 1 મેના રોજ કચ્છ, પોરબંદર અને ભાવનગરમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. તો દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ સહિતના દરિયાકાંઠા વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહી શકે છે. તો 2 મેના રોજ દીવમાં અતિશય આકરી ગરમી પડી શકે છે. તો પોરબંદરમાં હીટવેવની ચેતવણી છે. સાથે જ દરિયાકાંઠા વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહી શકે છે.
ADVERTISEMENT
3 મેના હીટવેવની ચેતવણી
તો 3 મેના રોજ ભાવનગરમાં અને પોરબંદરમાં હીટવેવની શક્યતા છે. તો દરિયાકાંઠા વિસ્તારમાં ગરમ અને ભેજવાળું હવામાન રહી શકે છે. 4 મેના રોજ રોજ દીવમાં ધગધગતી ગરમી પડી શકે છે. જ્યારે પોરબંદર અને ભાવનગરમાં હીટવેવની શક્યતા છે. સાથે જ 4 મેના રોજ દરિયાકાંઠા વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે.
હજુ પણ વધશે ગરમીની તીવ્રતાઃ નિષ્ણાંતો
આપને જણાવી દઈએ કે, અપ્રિલ મહિનામાં સામાન્ય રીતે ખુશનુમા વાતાવરણ હોય તેવા ઊંટી, કેરળ અને બેંગલુરુના કેટલાક ભાગોમાં પણ ભીષણ ગરમી પડી છે. આ ગરમીની ઝપટમાં ગુજરાત પણ આવી ગયું છે. નજીકના સમયમાં અરબસાગર અને બંગાળના ઉપસાગરનો ભેજ એકત્રિત થવાનો હોઈ ગરમીની તીવ્રતા વધશે તેવી કેટલાક હવામાન નિષ્ણાતોની આગાહી છે. ખાસ કરીને મધ્યગુજરાતના ભાગોમાં ગરમીનો પારો 43થી 44 ડિગ્રી જઈને પહોંચી તેવી સંભાવના છે.
ADVERTISEMENT
ADVERTISEMENT