Ahmedabad: સટ્ટાકાંડ 2 નહીં 5 હજાર કરોડ કરતાં મોટું, EDએ ઝંપલાવતા IPLના સટ્ટોડિયાઓમાં ધ્રુજારી

Urvish Patel

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ PCB અમદાવાદ દ્વારા ઓનલાઈ સટ્ટાને લઈને પકડેલા જુગારના મોટા ગોરખ ધંધામાં ગઈકાલ સુધી 1800 કરોડ સુધીનું કૌભાંડ હોવાનું સામે આવ્યું હતું જોકે તપાસ દરમિયાન આ આંકડો ધડાધડ વધી રહ્યો છે અને હાલ અંદાજ પ્રમાણે આ કૌભાંડ 5000 કરોડ કરતાં મોટું છે. ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટુ ક્રિકેટ સટ્ટા કૌભાંડ સામે આવતા ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) દ્વારા પણ તપાસમાં જંપલાવવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી છે. જેના કારણે આગામી સમયમાં આવી રહેલી આઈપીએલ 2023ને લઈને તૈયારીઓમાં લાગી ગયેલા સટ્ટોડિયાઓના પણ પગ ધ્રુજી જાય તેવી સ્થિતિ ઊભી થઈ છે.

Corona Update: રાજ્યમાં કોરોના વધારી રહ્યો છે ચિંતા, રિકવરી રેટ 99 ટકા નજીક

કોણ છે આ ઓનલાઈ જુગારીઓ
ઓનલાઈન જુગારને લઈને જાહેર અખબારોમાં પણ બેફામ રીતે જાહેરાતો આપીને બેખોફ ધંધો ચાલતો હતો જોકે હવે અમદાવાદ પોલીસ જાણે સફાળી જાગી હોય તેમ કાયદાનો કોરડો ઉઠાવ્યો છે અને હાલમાં જ અમદાવાદ ગુના નિવારણ શાખા દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન ઝડપાયેલા ક્રિકેટ સટ્ટામાં 1800થી 2000 કરોડનું કૌભાંડ હોવાનું માનવામાં આવતું હતું જોકે તે 5000 કરોડ કરતાં પણ મોટું હોવાનું સામે આવી રહ્યું છે. જે પછી આ કૌભાંડના તાર માત્ર ભારત જ નહીં પણ અન્ય દેશ સુધી પણ લંબાતા જોવા મળી રહ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર હવે આ તપાસમાં ઈડીની ટીમ પણ આગળ વધી રહી છે. મહાદેવ બુક, રાધેબુક, ડાયમન્ડ એક્સચેન્જ, ક્રિશ્ના રેડ્ડી, સી.બી.ટી.એફ. સહિતની વેબસાઈટ્સના માલિકો અને ઓપરેટર્સના નામ પણ સામેલ છે. આ કૌભાડમાં ચાલી રહેલી વિવિધ બુકના માલિકોમાં સૌરભ, અન્ના રેડ્ડી, અમિત મજીઠિયા સહિત ઘણા મોટા માથાઓ આરોપીઓની યાદીમાં છે.

લાલુ યાદવને કેમ મળ્યા જામીન? CBIની અરજી પર સુપ્રીમની નોટિસ

ઉલ્લેખનીય છે કે હાલમાં જ પકડાયેલા રાકેશ રાજદેવ પ્રકરણમાં પણ હજારો કરોડનો ક્રિકેટ સટ્ટો અને નાણાંની ઉથલ પાછલના અહેવાલ સામે આવ્યા હતા. તેના કરતા પણ આ કૌભાંડ મોટું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ તરફ ઈડીથી લઈ અન્ય એજન્સીઓ પણ તપાસમાં જોડાતા આગામી 31 માર્ચથી ચાલુ થઈ રહેલી આઈપીએલમાં પણ સટ્ટો રમવા-રમાડવાની તૈયારીઓમાં લાગી ગયેલા બુકીઓમાં પણ ફફડાટ થઈ જાય તેવી સ્થિતિ છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT