Corona Update: રાજ્યમાં કોરોના વધારી રહ્યો છે ચિંતા, રિકવરી રેટ 99 ટકા નજીક

Niket Sanghani

ADVERTISEMENT

covid
covid
social share
google news

અમદાવાદ: કોરોના ફરી લોકોની ચિંતા વધારી રહ્યું છે. થોડા મહિનાઓની રાહત બાદ ફરી એક વખત કોરોનાએ દેશભરમાં જોર પકડયું છે.  ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધતાં તંત્રની ચિંતા વધી છે. ત્યારે બીજી તરફ લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 301 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. ત્યારે રાહતની વાત એ છે કે રાજ્યમાં કોરોનાથી એક પણ વ્યક્તિનું મૃત્યુ નથી થયું.

ગઇકાલની સરખામણીમાં કોરોનાના સંક્રમણમાં આજે સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. ગઈકાલે 303 કેસ નોંધાયા હતા. ત્યારે આજે 301 કોરોનાના કેસ નોંધાયો છે. આજે સૌથી વધારે અમદાવાદમાં 114 કેસ નોંધાયા છે ત્યારે મોરબી અને સુરત કોર્પોરેશનમાં 27 -27 કેસ નોંધાયા છે.રાજ્યમાં આજે 149 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.

રિકવરી રેટ 98.99 ટકા
અત્યાર સુધીમાં કુલ 12,67,864 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જો કે રાજ્યમાં હાલ કુલ 1849 એક્ટિવ કેસ છે. જે પૈકી 8 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 1841 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાથી 11053 દર્દીઓના મોત થઈ ચૂક્યા છે. રાજ્યમાં રિકવરી રેટ 98.99 ટકા છે.

ADVERTISEMENT

આ પણ વાંચો: Navsari: મોદીનો ફોટો ફાડવાના ગુનામાં કોંગ્રેસના MLA અનંત પટેલ દોષીત જાહેર, કોર્ટે 1 રૂપિયો પાછો આપ્યો

664 લોકોએ લીધી વેક્સિન
વેકસીનેશનની વાત કરવામાં આવે તો આજે માત્ર 664 લોકોએ વેક્સિન લીધી છે. 68 લોકોએ કોરોનાનો પ્રિકોશન ડોઝ લીધો છે, 18 વર્ષથી વધુની ઉંમરના લોકોમાં પ્રથમ ડોઝ 15 અને બીજો ડોઝ 63 લોકોએ લીધો છે. જ્યારે 12થી 14 વર્ષના માત્ર 5 લોકોએ પ્રથમ અને 2 લોકોએ બીજો ડોઝ લીધો છે જ્યારે 15થી 17 વર્ષના વ્યક્તિઓમાં કોઈ પણ વ્યક્તિએ પ્રથમ ડોઝ નથી લીધો જ્યારે 9 વ્યક્તિએ બીજો ડોઝ લીધો છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT