પોરબંદરના ભેટકડીમાં જૂની અદાવતમાં આઠ રાઉન્ડ ફાયરિંગ, પોલીસ એક્શન મોડમાં

Niket Sanghani

ADVERTISEMENT

gujarattak
social share
google news

પોરબંદર: રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણ વધવા લાગ્યું છે. આ તરમિયાં હવે પોલીસ પણ ગુનેગારોને નાથવા એક્શન મોડ પર જોવા મળી રહી છે. આ દરમિયાન ગઈ કાલે મોડી રાત્રે પોરબંદરના ભેટકડી ગામે ફાયરીંગની ઘટના સામે આવી છે. જોકે આરોપીને ગણતરીની કલાકોમાં બગવદર પોલીસ ઝડપી પાડ્યો છે.

રાજ્યમાં ફાયરિંગની ઘટના સતત સામે આવી રહી છે. ક્યાંક લગ્નમાં ફાયરિંગની ઘટના સામે આવે છે તો ક્યાંક જૂની અદાવતમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. ત્યારે પોરબંદર જિલ્લાના ભેટકડી ગામમાં અંધાધૂંધ આઠ રાઉંડ ફાયરિંગની ઘટના ગઈકાલે સામે આવી છે. ત્યારે જુના મનદુઃખને લઇને ભેટકડી ગામે સરપંચના ભાઇ દ્રારા હવામાં ફાયરીંગ કરવામાં આવ્યું હતું. ત્યારે ફાયરીંગ કરવાના કેસમાં પોલીસે ભરત ઓડેદરા નામના શખ્સની ધરપકડ કરી હતી.

આઠ રાઉન્ડ કર્યું ફાયરિંગ
પોરબંદર જિલ્લાના ભેટકડી ગામના સીમ વિસ્તારમાં ભરત ઓડેદરા નામના શખ્સે અગાઉની અદાવતમાં સામત ઓડેદરા નામના વ્યક્તિની ઘર પાસે આઠ રાઉંડ ફાયરિંગ કર્યું હતું. આ કેસમાં બગવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા આરોપીને હથિયાર સાથે ઝડપી લેવામાં આવ્યો હતો.બગવદર પોલીસે ફરીયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

આ પણ વાંચો: અમદાવાદમાં દેશના 20 રાજ્યો કરતાં વધુ એક્ટિવ કેસ ! કોરોનાના આંકડા છે ચિંતાજનક

થોડા દિવસ આગાઉ પણ સામે આવી હતી આવી ઘટના 
થોડા દિવસ અગાઉ પણ આ પ્રકારની ઘટના સામે આવી ચૂકી છે. જેમાં પોરબંદરના બોખીરા વિસ્તારમાં ફાયરિંગની ઘટના સામે આવી હતી.  જેમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પોરબંદર શહેરના બોખીરા વિસ્તારમાં આવેલ વાછરાડાડાના મંદિર નજીક રહેણાંક વિસ્તારમાં સવારના સમયે ફાયરિંગની બની હતી. જેમાં કેટલાક શખ્સો દ્વારા સંતોકસિંગ દૂધાણી નામના આધેડ પર 4 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી 2 ગોળી સંતોકસિંગને વાગતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ફાયરિંગમાં ઘાયલ થયેલા આધેડને સારવાર માટે પોરબંદર શહેરની ભાવસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર અર્થે જામનગર જી.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

ADVERTISEMENT

(વિથ ઈનપુટ: અજય શીલુ, પોરબંદર )

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT