સુરતની મજુરા સીટનું આ છે સમીકરણ, Harsh Sanghvi ની બેઠક પર તમામ પક્ષની નજર

Niket Sanghani

ADVERTISEMENT

majura
majura
social share
google news

સંજય રાઠોડ, સુરત: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપ ગુજરાત વિધાનસભાની તમામ બેઠકો જીતવાનો દાવો કરી રહી છે. જ્યારે કોંગ્રેસ 27 વર્ષથી સત્તા વનવાસ પર રહેલ કોંગ્રેસ સત્તા પર આવવા પૂરતા પ્રયાસ કરશે. ભાજપ અને કોંગ્રેસની લડાઈ વચ્ચે હવે આમ આદમી પાર્ટી પણ મેદાને ઉતરી છે. ત્યારે સુરત સ્થાનિક સ્વરરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ સારો દેખાવ કર્યો અને ગુજરાતમાં સત્તા મેળવવાના સંકેત દેખાતા વિધાનસભાની ચૂંટણીમાં મેદાને ઉતરી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની મજુરા બેઠક પર ખરાખરીનો જંગ જામશે.

2012માં હર્ષ સંઘવી બન્યા હતા ધારાસભ્ય 

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં સતત રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે. ગુજરાત વિધાનસભાની મજૂર બેઠક ની વાત કરવામાં આવે તો સંઘવી હર્ષ રમેશ કુમાર સંઘવી ગુજરાતના આ વિધાનસભા ક્ષેત્રમાંથી ભાજપના સૌથી યુવા ધારાસભ્ય બન્યા છે. હર્ષ સંઘવી પ્રથમ વખત 2012ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને 2017ની વિધાનસભાની ચૂંટણીમાં તેઓ બીજી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા, હાલમાં તેઓ ગુજરાત સરકારમાં ગૃહ રાજ્યમંત્રી છે.

નવા સીમાંકન બાદ મજુરા બેઠક આવી અસ્તિત્વમાં 
ગુજરાતમાં, વિધાનસભા મતવિસ્તારોનું સીમાંકન 2008 માં કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત ચોવીસ વિધાનસભા મતવિસ્તારોમાંથી નવી મજુરા વિધાનસભાની રચના કરવામાં આવી હતી. 2012 માં પ્રથમ વખત, આ નવા વિધાનસભા ક્ષેત્રમાંથી, સંઘવી હર્ષ રમેશ કુમાર ભાજપની ટિકિટ પરથી સૌથી યુવા ઉમેદવાર હતા. 2012ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના હર્ષ સંઘવીએ કોંગ્રેસના ઉમેદવાર ધનપતરાજ જૈનને 71,556 મતોથી હરાવ્યા હતા, જ્યારે 2017ની વિધાનસભા ચૂંટણીમાં હર્ષ સંઘવીએ કોંગ્રેસના ઉમેદવાર અશોક કોઠારીને 85,827 મતોથી હરાવીને જીત મેળવી હતી. 2012ની ચૂંટણીમાં ભાજપના હર્ષ સંઘવીને 103577 વોટ મળ્યા હતા જ્યારે કોંગ્રેસના ધનપતરાજ જૈનને માત્ર 32,021 વોટ મળ્યા હતા.તેમજ 2017ની વિધાનસભા ચૂંટણીમાં હર્ષ સંઘવીને 116,741 વોટ અને કોંગ્રેસના અશોક કોઠારીને 30,914 વોટ મળ્યા હતા.

મજુરા વિધાનસભા મતવિસ્તારનો પરિચય અને ભૌગોલિક સ્થાન
2008માં નવા સીમાંકન બાદ રચાયેલી મજુરા વિધાનસભા નવસારી લોકસભા મતવિસ્તાર હેઠળ આવે છે, આ વિધાનસભા મત વિસ્તારનો 95% વિસ્તાર શહેરનો સૌથી પોશ વિસ્તાર છે. અહીં રહેતા મોટાભાગના લોકો મોટા ઉદ્યોગપતિઓ છે જે મૂળભૂત રીતે દેશના જુદા જુદા રાજ્યોના છે. ભાજપની જીત માટે સુરત શહેરની સૌથી સુરક્ષિત વિધાનસભા બેઠક છે, અહીંનો મતદાર ઉમેદવારને જોઈને મત નથી આપતો, માત્ર ભાજપના કમળના ચિન્હને જોઈને મત આપે છે. દક્ષિણ ગુજરાતની સૌથી મોટી નવી સિવિલ હોસ્પિટલ, SVNIT, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલ સાયન્સ સેન્ટર આ વિસ્તારમાં મુખ્ય જગ્યાઓ છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

ચૂંટણી મુદ્દો
મજુરા વિધાનસભા ક્ષેત્રમાં જૈન મતદારોની સંખ્યા વધુ છે, કદાચ એટલે જ બંને મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ અત્યાર સુધી જૈન ઉમેદવારોને વિધાનસભાના ચૂંટણી મેદાનમાં ઉતારી રહ્યા છે. આ શહેરનો સંપૂર્ણ વિકસિત વિસ્તાર છે. અહીં કોઈ ઉદ્યોગ નથી, પરંતુ શહેરના 98% ઉદ્યોગપતિઓ આ વિસ્તારમાં રહે છે. અહીં કોઈ ચૂંટણીનો મુદ્દો નથી કારણ કે સુરત મહાનગરપાલિકા વર્ષોથી ચૂંટણીના મુદ્દા સાથે સંકળાયેલી તમામ સુવિધાઓ પૂરી પાડે છે.

મતદારોની સંખ્યા
મજુરા વિધાનસભા ક્ષેત્રમાં કુલ 2,75,532 મતદારો છે. જેમાંથી 1,50,249 પુરુષ મતદારો, 1,25,275 મહિલા મતદારો જ્યારે અન્ય 8 મતદારો છે.

ADVERTISEMENT

આજે વડાપ્રધાન સુરતમાં કરશે રોડ શો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. ત્યારે તેઓ ગુજરાત પ્રવાસની શરુઆત આજે સુરતથી કરશે. સવારના 11:15 વાગ્યે સુરત એરપોર્ટ પર તેઓનું આગમન થશે. ત્યાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગોડાદરાથી લિંબાયત સુધી રોડ શૉ કરશે. PM મોદી સુરતને અનેક વિકાસ કાર્યોની ભેટ આપશે અને જનસભાને સંબોધશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT