Lok Sabha Election: લોકસભા ચૂંટણીના આ છે સૌથી ધનિક ઉમેદવાર, ₹5785 કરોડની સંપત્તિ કરી જાહેર
Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી 2024ના બીજા તબક્કા માટે 26 એપ્રિલે મતદાન થવાનું છે. હાલમાં ચોથા તબક્કા માટે નોમિનેશન ચાલી રહ્યું છે. કેટલાક એવા ઉમેદવારો પણ ચૂંટણીમાં આગળ આવી રહ્યા છે, જેમની સંપત્તિ કરોડોમાં નહીં પણ અબજોમાં છે
ADVERTISEMENT
Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી 2024ના બીજા તબક્કા માટે 26 એપ્રિલે મતદાન થવાનું છે. હાલમાં ચોથા તબક્કા માટે નોમિનેશન ચાલી રહ્યું છે. કેટલાક એવા ઉમેદવારો પણ ચૂંટણીમાં આગળ આવી રહ્યા છે, જેમની સંપત્તિ કરોડોમાં નહીં પણ અબજોમાં છે. અત્યાર સુધી જે પણ ઉમેદવારોએ એફિડેવિટ દાખલ કરી છે તેમાં તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના ડૉ.પેમ્માસાની ચંદ્રશેખર સૌથી અમીર છે. એફિડેવિટ અનુસાર તેમની કુલ સંપત્તિ 5,785 કરોડ રૂપિયા છે. એટલે કે આ ચૂંટણીમાં તેઓ અત્યાર સુધીના સૌથી અમીર ઉમેદવાર છે.
કુલ 2,316 કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ છે
ચંદ્રશેખર NRI ડોક્ટર છે. TDP એ તેમને ગુંટુરથી ઉમેદવાર બનાવ્યા છે. આંધ્રપ્રદેશની તમામ લોકસભા સીટો પર ચોથા તબક્કામાં 13 મેના રોજ મતદાન થવાનું છે. ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ ડૉ. ચંદ્રશેખર પાસે કુલ 2,316 કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ છે. આમાં ફિક્સ્ડ ડિપોઝિટ, ટર્મ ડિપોઝિટ અને અન્ય રોકાણોનો સમાવેશ થાય છે. જ્યારે તેમની પત્ની કોનેરુ શ્રીરત્ના પાસે કુલ 2,289 કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ છે. બંનેની માલિકીની કુલ સ્થાવર મિલકત 107 કરોડ રૂપિયાની આસપાસ છે.
દંપતિ પર 1,138 કરોડ રૂપિયાનું દેવું પણ છે
રિપોર્ટ અનુસાર, TDP ઉમેદવાર ચંદ્રશેખરે વર્ષ 2005માં અમેરિકાના ગિઝિંગર મેડિકલ સેન્ટરમાંથી ઈન્ટરનલ મેડિસિનમાં MD કર્યું હતું. આ પહેલા તેણે 1999માં આંધ્રપ્રદેશની NTR યુનિવર્સિટીમાંથી MBBS કર્યું હતું. ચંદ્રશેખર અને તેમની પત્ની પણ દુનિયાભરના ઘણા બિઝનેસ સાથે જોડાયેલા છે. લગભગ 101 કંપનીઓના શેરની માલિકી ધરાવે છે. આ બંને પર કુલ 1,138 કરોડ રૂપિયાનું દેવું પણ છે.
ADVERTISEMENT
આ તારીખે થશે મતદાન
લોકસભા ચૂંટણીની સાથે આંધ્રપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાઈ રહી છે. વિધાનસભા ચૂંટણી માટે પણ 13મી મેના રોજ મતદાન થશે. ગુંટુર લોકસભા સીટ પર TDP અને YSR કોંગ્રેસ પાર્ટી વચ્ચે મુકાબલો છે. ડૉ.ચંદ્રશેખર સામે YSRCPના વેંકટ રોસૈયા મેદાનમાં છે. TDPના ગલ્લા જયદેવ 2019ની લોકસભા ચૂંટણીમાં અહીંથી સાંસદ બન્યા હતા. તેવી જ રીતે, ભાજપના કોંડા વિશ્વેશ્વર શ્રીમંત ઉમેદવારોની યાદીમાં બીજા સ્થાને છે. તેલંગાણાની ચેવેલ્લા સીટ પરથી ચૂંટણી લડી રહેલા વિશ્વેશ્વરની કુલ સંપત્તિ 4,568 કરોડ રૂપિયા છે.
ગુજરાત બોર્ડ ધો.10 અને 12નું રિઝલ્ટ whatsapp અને SMS દ્વારા આ રીતે કરો ચેક, જુઓ સ્ટેપ બાય સ્ટેપ
બીજા તબક્કામાં ચૂંટણી લડી રહેલા 390 ઉમેદવારો કરોડપતિ
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ના અહેવાલ મુજબ, બીજા તબક્કામાં ચૂંટણી લડી રહેલા 1192 ઉમેદવારોમાંથી 390 કરોડપતિ છે. એટલે કે કુલ 33 ટકા ઉમેદવાર કરોડપતિ છે. તે જ સમયે, ચૂંટણી લડી રહેલા 6 ઉમેદવારોએ તેમની સંપત્તિ શૂન્ય જાહેર કરી છે. બીજા તબક્કાના 140 ઉમેદવારોના એફિડેવિટ મુજબ તેમની સંપત્તિ 5 કરોડ રૂપિયા કે તેથી વધુ છે.
ADVERTISEMENT
Lok Sabha Elections: મહેસાણા લોકસભા બેઠક પર કોની થશે જીત? ભુવાજીએ ધુણતા-ધુણતા કરી મોટી ભવિષ્યવાણી
ADVERTISEMENT