T20 World Cup પહેલા કેપ્ટન રોહિત સામે આ ચાર મોટી સમસ્યાઓ, જેમાંથી એક હાર્દિક પંડ્યા પણ સામેલ

ADVERTISEMENT

 T20 World Cup
ભારતને વર્લ્ડ કપ જીતવા કયા પડકારો સર કરવા પડશે?
social share
google news

T20 World Cup, Rohit Sharma: IPL 2024ની સીઝનમાં, જ્યાં તમામ ખેલાડીઓ પોતાનું બેસ્ટ પરફોર્મન્સ આપી T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવવા માંગે છે. આ દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા પણ ટી20 વર્લ્ડ કપ વિશે વિચારી કરી રહ્યા છે. રોહિત અને અજીત અગરકરની બનેલી પસંદગી સમિતિએ આ મહિનાના અંત સુધીમાં જૂન મહિનામાં યોજાનાર 2024 T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરવાની છે. પરંતુ આ પહેલા રોહિત શર્માને ચાર મોટી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. જેને તે દૂર કરવા માંગશે.

ઓલરાઉન્ડર હાર્દિકનું ફ્લોપ પ્રદર્શન

IPL 2024 સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યા કંઈ ખાસ કરી શક્યો નથી. બોલ અને બેટ દ્વારા તેમનું ફ્લોપ પ્રદર્શન રહ્યું છે. હાર્દિક પંડ્યા અત્યાર સુધી મુંબઈ માટે આઠ મેચમાં 21.57ની એવરેજથી બેટ વડે માત્ર 151 રન જ બનાવી શક્યો છે અને માત્ર સાત સિક્સર ફટકારી શક્યો છે. જો બોલિંગની વાત કરીએ તો તેણે આઠ મેચમાં 102 બોલ ફેંકીને 186 રન આપ્યા જ્યારે તેને માત્ર ચાર સફળતા મળી. આ રીતે હાર્દિક પંડ્યાના ફોર્મનો અભાવ પણ રોહિત શર્મા માટે મોટી સમસ્યા છે.

ગુજરાત બોર્ડ ધો.10 અને 12નું રિઝલ્ટ whatsapp અને SMS દ્વારા આ રીતે કરો ચેક, જુઓ સ્ટેપ બાય સ્ટેપ

સૂર્યકુમારનું પરફોર્મન્સ એટલું પ્રભાવિત કરી શક્યું નથી


સૂર્યકુમાર યાદવની વાત કરીએ તો ડિસેમ્બર 2023માં ઈજાગ્રસ્ત થયા બાદ તેણે આઈપીએલ 2024ની સીઝનમાં સીધું પુનરાગમન કર્યું હતું અને 7 એપ્રિલે દિલ્હી સામેની મેચમાં તે શૂન્ય પર રહ્યો હતો. આ પછી, સૂર્યકુમારે આરસીબીની સામે 52 રન બનાવ્યા, જ્યારે તે ફરીથી CSK સામે શૂન્ય પર રહ્યો. તેમની ચોથી મેચમાં તેઓ રાજસ્થાન સામે માત્ર 10 રન અને પંજાબ સામે 78 રન બનાવી શક્યા હતા. આ રીતે સુર્યમાર યાદવ પણ તેનું ખાસ ફોર્મ બતાવી શક્યો નથી જે રોહિત માટે સમસ્યા બની શકે છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

જસપ્રીત બુમરાહ સાથે કોણ કરશે બોલિંગ સ્પેલ?

મોહમ્મદ શમીએ ICC વર્લ્ડ કપ 2023માં જસપ્રીત બુમરાહની ગેરહાજરી મહેસુસ થવા દીધી નથી પરંતુ T20 વર્લ્ડ કપમાં જસપ્રીત બુમરાહની સાથે બોલિંગ સ્પેલમાં  કોણ હશે? આ કારણે રોહિતના માથાનો દુખાવો વધી શકે છે કારણ કે અર્શદીપ સિંહ, મુકેશ કુમાર, શાર્દુલ ઠાકુર અને દીપક ચહર જેવા ફાસ્ટ બોલર અત્યાર સુધી કંઈ જ શાનદાર પ્રદર્શન કરી શક્યા નથી. જો કે, અવેશ ખાને IPL 2024 સીઝનમાં રાજસ્થાન રોયલ્સ માટે ડેથ ઓવરોમાં ચોક્કસપણે સારું પ્રદર્શન કર્યું છે. અવેશ ખાને અત્યાર સુધીમાં આઠ મેચમાં આઠ વિકેટ લીધી છે અને તે બુમરાહ સાથે ડેથ ઓવર્સમાં બોલિંગ કરતો જોવા મળી શકે છે. પરંતુ આ સિવાય રોહિત અને અજીત અગરકરને મળીને ટીમમાં મજબૂત ફાસ્ટ બોલર લાવવો પડશે.

ઓપનિંગમાં રોહિતનો જોડીદાર કોણ?


IPL 2024 સીઝનમાં, આ ત્રણ ખેલાડીઓ વિરાટ કોહલી, શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલ પોતપોતાની ફ્રેન્ચાઈઝી માટે ઓપનિંગ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, ઘણા દિગ્ગજોનું માનવું છે કે T20 વર્લ્ડ કપ 2024માં રોહિત શર્માની સાથે વિરાટ કોહલીએ ઓપનિંગમાં આવવું જોઈએ. જ્યારે કેટલાકનું કહેવું છે કે કોહલી માત્ર ત્રીજા નંબર પર જ રમ્યો હતો. જો કે, કોહલીએ આરસીબી માટે ઓપનિંગમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે અને તે 8 મેચમાં સદી સહિત 379 રન બનાવીને સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. કોહલી બાદ યશસ્વીએ પણ રોહિતની મુંબઈ સામે સદી ફટકારીને ઓપનિંગમાં પોતાનો દાવો દાખવ્યો છે. જ્યારે શુભમન ગિલે પણ ગુજરાત તરફથી ઓપનિંગ કરતા 8 મેચમાં 298 રન બનાવ્યા છે. આ રીતે, ત્રણેય ખેલાડીઓના વિસ્ફોટક પ્રદર્શનને જોતા, રોહિત માટે તે એક પડકારજનક નિર્ણય હશે કે તેની સાથે કોણ ઓપનિંગ કરશે.

ADVERTISEMENT

T20 World Cup: રોહિત બાદ કોણ બનશે ભારતીય ટીમના કેપ્ટન? પૂર્વ દિગ્ગજે હાર્દિક-સૂર્યા નહીં...કોઈ અન્યનું લીધું નામ

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT