Nora Fatehi: શું નોરા ફતેહીએ ખરેખર કરાવી પ્લાસ્ટિક સર્જરી? એક્ટ્રેસે કર્યો ખુલાસો

ADVERTISEMENT

Nora Fatehi
નોરા ફતેહીએ કરાવી પ્લાસ્ટિક સર્જરી?
social share
google news

નોરા ફતેહી (Nora Fatehi) બોલિવૂડની ડાન્સ દિવા છે. એક્ટ્રેસનું દરેક ગીત રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે. નોરા ફતેહીએ ઈન્ડસ્ટ્રીમાં આ મુકામ પોતાના દમ પર હાંસલ કર્યું છે. જોકે, કેટલીકવાર અન્ય સેલેબ્સની જેમ તેને પણ ટ્રોલિંગનો સામનો કરવો પડે છે. નોરા ફતેહીને લઈને ઘણી વખત પ્લાસ્ટિક સર્જરીની અફવાઓ ઉડી ચૂકી છે. જેના પર હવે એકસ્ટ્રેસે  પ્રતિક્રિયા આપી છે.

સો.મીડિયા પર ચર્ચામાં રહે છે નોરા 

નોરા ફતેહી કોઈને કોઈ કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. ફિલ્મો અને ગીતો ઉપરાંત એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર તેના વાયરલ વીડિયો માટે પણ ધ્યાન ખેંચે છે. 

આ પણ વાંચોઃ Lok Sabha Elections: મહેસાણા લોકસભા બેઠક પર કોની થશે જીત? ભુવાજીએ ધુણતા-ધુણતા કરી મોટી ભવિષ્યવાણી

 

ADVERTISEMENT

પ્લાસ્ટિક સર્જરી પર નોરાનું નિવેદન

નોરા ફતેહીએ તાજેતરમાં જ આપેલા એક ઈન્ટરવ્યુમાં પ્લાસ્ટિક સર્જરીની અફવાઓ વિશે વાત કરી હતી. ન્યૂઝ 18 શોશા સાથેની વાતચીતમાં અભિનેત્રીએ કહ્યું હતું કે, "દુર્ભાગ્યે આ એવી વસ્તુઓ છે જે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરે છે. તેઓ માત્ર સોશિયલ મીડિયા એલ્ગોરિધમ ગેમ રમી રહ્યા છે. સદભાગ્યે મને એક સારી બોડી મળી છે અને મને તેના પર ગર્વ છે."

આ પણ વાંચોઃ 'નાની-મોટી વાતને જતી કરો', પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને ફરીથી શું અપીલ કરી?

 

ADVERTISEMENT

પાપારાજી પર ભડકી નોરા

આ સિવાય નોરા ફતેહીએ વાતચીતમાં પાપારાઝી કલ્ચરને લઈને પણ વાત કરી. અભિનેત્રીએ આરોપ લગાવ્યો કે પાપારાજી જાણીજોઈને તેના શરીર પર કેમેરાનું ફોકસ કરે છે. અભિનેત્રીએ કહ્યું, "મને લાગે છે કે તેઓએ આ પહેલાં ક્યારેય આવું હિપ નથી જોયું. મીડિયા ફક્ત મારી સાથે જ નહીં, પરંતુ અન્ય અભિનેત્રીઓ સાથે પણ આવું કરે છે."

ADVERTISEMENT


 

    follow whatsapp

    ADVERTISEMENT