રાજકોટના પ્રગતિશીલ ખેડૂત પાસેથી શીખો માટી વગર ખેતી કેમ કરાય.. ? એ પણ ઓછા ખર્ચે

Niket Sanghani

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજકોટઃ આજના સમયમાં શહેરીકરણ વધવાને કારણે ખેતીલાયક જમીન અને પાણીની અછત જોવા મળી રહી છે. ખેતીક્ષેત્રે હવે અવનવા પડકારો ઉદ્ભવી રહ્યાં છે. ખેડૂતો પરેશાન થઈ રહ્યાં છે. એવામાં રાજકોટના એક પ્રગતિશીલ ખેડૂતે પાણીમાં શાકભાજી ઉગાડવાનું શરુ કર્યું છે. હાઇડ્રોપોનિક્સ ટેક્નોલોજીની મદદથી ઘરઆંગણે જ ટમેટાં, રીંગણાં, સ્ટ્રોબેરી, કેપ્સિકમ મરચાં, કારેલાં, દૂધી, કાકડી, ફુદીનો, પાલક સહિતનાં અનેક શાકભાજી વાવેતર કરે છે.

હાઈડ્રોપોનિક્સ પદ્ધતિથી ખેતી કરવી એ કોઈ નવી મેથડ નથી, પરંતુ 40 વર્ષ જૂની પદ્ધતિ છે. જો કે ભારતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રન-કચ્છના લોકો માટે આ પ્રકારથી ખેતી કરવું એકદમ સરળ પણ રહેશે. આમ જોવા જઈએ તો ભલે નવી પદ્ધતિ ન હોય પરંતુ આ પ્રકારે ખેતી કરવી એ સૌરાષ્ટ્રવાસીઓ માટે એક નવી રીત જ કહી છે.

માટી વગર પાણીમાં કરો ખેતી
રાજકોટના રસિકભાઈ નામના ખેડૂત જમીનમાં ખેતી કરવાને બદલે માટી ગરની ખેતી કરે છે. તેઓ પાણીમાં શાકભાજી ઉગાડે છે. અહીં ઊગેલા પાકને નથી નીચે જમીન કે નથી અહીંયા કોઈ કૂવો આમ છતાં આ શાકભાજીનો પાક અહીંયા લહેરાઈ રહ્યો છે.આ પદ્ધતિથી થતી ખેતીને હાઇડ્રોફોનિકસની પદ્ધતિ કહેવાય છે. આ ખેડૂતે જણાવ્યું હતું કે, હું જે પદ્ધતિથી વાવેતર કરું છું એને કારણે જંતુનાશક દવાથી થતા કેન્સરનું જોખમ પણ રહેતું નથી. પોષકતત્ત્વો પણ વધારે મળે છે. આ ખેતીનો ફાયદો એ છે કે આ ખેતી ઓછી જગ્યામાં કરી શકાય છે.આ ખેડૂતે વિદેશમાં પણ આ પદ્ધતિથી શાકભાજીનું વાવેતર કર્યું છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

ઓછા ખર્ચે,ઓછા પાણીમાં ભરપૂર ઉત્પાદન
સૌથી મોટી વાત એ છે કે હાઈડ્રોપોનિક્સ પદ્ધતિથી ખેતી કરવામાં કોઈ મજૂરની જરુર પડતી નથી.આ સાથે ખુબ મોટી જગ્યાની પણ જરુરિયાત રહેતી નથી. રસિકભાઈ પોતાને ત્યાં આવતા લોકોને ફ્રી માર્ગદર્શન પણ આપે છે. અને આ પદ્ધતિથી ખેતી કરવા લોકોને પ્રેરણા પણ આપે છે. આ ખેતીની પદ્ધતિનો ઉપયોગ સૌથી વધુ ઇઝરાયેલ,જર્મની, અમેરિકા અને ચીનમાં ભરપૂર ઉપયોગ થઇ રહ્યો છે. હવે આ ભારતમાં અને ખાસ કરીને ગુજરાતના રાજકોટમાં પ્રગતિશીલ ખેડૂતે સફળ ઉપયોગ કર્યો છે. આ ટેકનોલોજીથી તૈયાર થયેલી શાકભાજીમાં માટીમાં તૈયાર થતી શાકભાજી કરતાં પોષકતત્ત્વો પણ વધારે હોય છે.

આ પણ વાંચોઃ કચ્છમાં અત્યારથી સર્જાશે પાણીની તંગી, જાણો કેટલા ડેમ થયા તળિયા ઝાટક… !!

ADVERTISEMENT

હાઇડ્રોપોનીક્સ ખેતી શું છે?
હાઇડ્રોપોનીક્સ (Hydroponics) એક એવી ખેતી પધ્ધતિ છે જેમાં વગેર માટી અને ઓછા પાણી સાથે નિયંત્રિત તાપમાનમાં પાક ઉગાડવામાં આવે છે. આ પાકની ખેતી માટીને બદલે અન્ય આધાર જેવાકે કોકોપીટ,પરલાઇટ અને રોક્વુલ વિગેરે પરકરવામાં આવે છે.પાકના છોડને જોઈતા પોષક તત્વો પાણીમાં ઓગાળીને જરૂરિયાત પ્રમાણે પાઇપ અથવા ખાસ પધ્ધતિથી પુરા પાડવામાં આવે છે.

ADVERTISEMENT

આ ખેતીની ખાસિયતો
હાઇડ્રોપોનીક્સ ખેતીમાં પાણીની 90% જેટલી બચત થાય છે.
આ પધ્ધતિ દ્વારા સીઝન વગર પણ શાકભાજી વિગેરેની ખેતી કરી શકાય છે.
ઉંચી ગુણવત્તા અને વધુ ઉત્પાદન મળે છે.
પોષક તત્વોનો કાર્યક્ષમ ઉપયોગ થાય છે.
નિયંત્રીત તાપમાનમાં ખેતી થવાથી સિન વગર ખેતી કરી વધુ ભાવ મેળવી શકાય છે.
રોગ જીવાતનો નહીવત ઉપદ્રવ.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT