Breaking News: પોરબંદરમાં ATS અને NCBને મળી મોટી સફળતા, 14 પાકિસ્તાનીઓ સાથે ઝડપ્યું 90 કિલો ડ્રગ્સ
NCB & Gujarat ATS in a joint operation: ગુજરાતમાં ફરી એકવાર ડ્રગ્સ ઘુસાડવાના ડ્રગ્સ માફિયાઓનો પ્લાન પોલીસે નિષ્ફળ બનાવી દીધો છે. ગુજરાતમાં ATS અને નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો NCBની ટીમને પોરબંદરમાં મોટી સફળતા મળી છે
ADVERTISEMENT
NCB & Gujarat ATS in a joint operation: ગુજરાતમાં ફરી એકવાર ડ્રગ્સ ઘુસાડવાના ડ્રગ્સ માફિયાઓનો પ્લાન પોલીસે નિષ્ફળ બનાવી દીધો છે. ગુજરાતમાં ATS અને નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો NCBની ટીમને પોરબંદરમાં મોટી સફળતા મળી છે. ગુજરાતના દરિયાકાંઠેથી, સુરક્ષા એજન્સીએ વધુ એક વાર 90 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાનીઓને ઝડપી પાડ્યા છે. જેની બજાર કિંમત રૂ. 600 કરોડ હોવાનું જાણવા મળી રહ્યું છે. પોરબંદર ભારતીય જળસીમા નજીક સુરક્ષા એજન્સીઓએ બાતમીના આધારે એક મોટુ ઓપરેશન પાર પાડ્યું છે.
ગાંધીનગરથી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાઈ હતી
ગઇકાલે પણ ગાંધીનગરના પિપળજ ગામે ગુજરાત ATS અને NCBને મોટી સફળતા મળી હતી. અહી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાઈ હતી અને 10 લોકોની ધરપકડ કરી આગળની કાર્યવાહી ધરવામાં આવી હતી. તો બીજી તરફ આ ડ્રગ્સને લઈ રાજસ્થાનમાં પણ ATSએ દરોડા પાડયા હતા. અહીથી 25 કિલો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો હતો.
SBIની ઘમાલ... અઠવાડિયામાં કર્યો આવો ચમત્કાર, રોકાણકારોએ છાપ્યા ₹45000 કરોડ રૂપિયા!
અગાઉ વેરાવળમાંથી પણ ડ્રગ્સ ઝડપાયું
23 Feb 2024ના રોજ વેરાવળ બંદરેથી ફિશિંગ બોટમાં લાવવામાં આવેલા 350 કરોડ રૂપિયાનો હેરોઈનનો જથ્થો જપ્ત થયો હતો. મોડી રાત્રે બાતમીના આધારે પોલીસે આ કાર્યવાહી કરી હતી. જેમાં બોટમાંથી 50 કિલો હેરોઈન મળ્યું હતું. હાલ સમગ્ર મામલે ATS સહિત SOG, LCB, FSL અને મરીન પોલીસ દ્વારા સાથે મળીને તપાસ કરવામાં આવી હતી. આ અંગે 9 જેટલા આરોપીઓને પકડી લેવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
'રૂપાલાએ નારીઓનું અપમાન કર્યું છે, વિરોધ ચાલુ રહેશે', Rahul ના નિવેદન પર પી.ટી જાડેજાની પ્રતિક્રિયા
ADVERTISEMENT