SBIની ઘમાલ... અઠવાડિયામાં કર્યો આવો ચમત્કાર, રોકાણકારોએ છાપ્યા ₹45000 કરોડ રૂપિયા!

ADVERTISEMENT

Stock Market
SBI રોકાણકારોને બનાવ્યા માલામાલ!
social share
google news

Stock Market Update: શેરબજાર માટે છેલ્લું અઠવાડિયું ઘણું સારું સાબિત થયું છે, સેન્સેક્સની ટોચની 10 કંપનીઓમાંથી છ કંપનીઓની માર્કેટ મૂડીમાં રૂ. 1.30 લાખ કરોડનો જંગી ઉછાળો નોંધાયો છે. આ સમયગાળા દરમિયાન દેશની સૌથી મોટી બેંક SBI ના રોકાણકારોને સૌથી વધુ નફો થયો છે. શેરધારકોએ માત્ર એક સપ્તાહના ટ્રેડિંગમાં રૂ. 45,000 કરોડથી વધુની કમાણી કરી છે. બીજી તરફ દેશની સૌથી મૂલ્યવાન કંપની મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરધારકોને નુકસાન સહન કરવું પડ્યું છે.

સેન્સેક્સ બેંકના સ્ટોકની બોલબાલા

બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેર સાથે સેન્સેક્સની ટોપ-10 કંપનીઓમાં જે સાત કંપનીઓનું બજાર મૂલ્ય વધ્યું છે તેમાં SBI, ICICI બેન્ક, ભારતી એરટેલ, ITC, LIC અને ઇન્ફોસિસનો સમાવેશ થાય છે. બીજી તરફ, મુકેશ અંબાણીની રિલાયન્સ, ટાટા ગ્રૂપની ટીસીએસની સાથે એચડીએફસી બેંક અને એચયુએલની માર્કેટ કેપમાં ઘટાડો થયો છે. 

 SBIના રોકાણકારોને મોટો ફાયદો 

ગયા સપ્તાહે BSE સેન્સેક્સ 641.83 પોઈન્ટ અથવા 0.87 ટકા વધ્યો હતો. દરમિયાન, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ શેર) ના શેર તોફાની ગતિએ દોડ્યા અને નવા ઓલ-ટાઇમ હાઈ લેવલે પહોંચ્યા. SBIનો શેર રૂ. 816.90ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. શેરમાં વધારાને કારણે બેંકના માર્કેટ વેલ્યુ (SBI માર્કેટ કેપ)માં જોરદાર વધારો થયો હતો અને તે વધીને રૂ. 7,15,218.40 કરોડ થયો હતો. આ મુજબ સપ્તાહના ટ્રેડિંગ દિવસોમાં SBIના રોકાણકારોએ રૂ. 45,158.54 કરોડની કમાણી કરી છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

આ બેંકના રોકાણકારોને મજા મજા!

સ્ટેટ બેંકની સાથે ખાનગી ક્ષેત્રની ICICI બેંકની માર્કેટ કેપિટલ (ICICI Bank MCap) પણ રૂ. 28,726.33 કરોડ વધીને રૂ. 7,77,750.22 કરોડ થઈ છે. ગયા અઠવાડિયે, તે કમાણીની દ્રષ્ટિએ બીજા ક્રમે હતું. આ ઉપરાંત ટેલિકોમ જાયન્ટ ભારતી એરટેલનો પણ તે કંપનીઓમાં સમાવેશ કરવામાં આવ્યો હતો જેણે તેના રોકાણકારો પર નાણાંનો વરસાદ કર્યો હતો અને તેનું માર્કેટ કેપિટલાઇઝેશન (ભારતી એરટેલ MCap) રૂ. 20,747.99 કરોડ વધીને રૂ. 7,51,406.35 કરોડે પહોંચ્યું હતું.

રિલાયન્સ-ટીસીએસની ખરાબ હાલત

ગયા અઠવાડિયે મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના રોકાણકારોને નુકસાન સહન કરવું પડ્યું હતું. રિલાયન્સ માર્કેટ કેપ રૂ. 26,115.56 કરોડ ઘટીને રૂ. 19,64,079.96 કરોડ થયું હતું. આ પછી HDFC બેન્કના રોકાણકારોને નુકસાન થયું. HDFC બેન્કનો MCap રૂ. 16,371.34 કરોડ ઘટીને રૂ. 11,46,943.59 કરોડ થયો હતો. આ સિવાય TCS માર્કેટ કેપ રૂ. 5,282.41 કરોડ ઘટીને રૂ. 13,79,522.50 કરોડ અને હિન્દુસ્તાન યુનિલિવર (HUL MCap) રૂ. 2,525.81 કરોડ ઘટીને રૂ. 5,21,961.70 કરોડ થયું હતું.

ADVERTISEMENT

મુકેશ અંબાણીની કંપની નંબર-1

બજાર મૂલ્યમાં ઘટાડા છતાં મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ટોપ-10 મૂલ્યવાન કંપનીઓની યાદીમાં પ્રથમ સ્થાને રહી. આ પછી અનુક્રમે ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, ભારતી એરટેલ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, એલઆઈસી, ઈન્ફોસીસ, આઈટીસી અને હિન્દુસ્તાન યુનિલીવરનો સમાવેશ થાય છે.

ADVERTISEMENT

(નોંધ- શેરબજારમાં કોઈપણ રોકાણ કરતા પહેલા, તમારા બજાર નિષ્ણાતોની સલાહ ચોક્કસ લો.)

    follow whatsapp

    ADVERTISEMENT