'રૂપાલાએ નારીઓનું અપમાન કર્યું છે, વિરોધ ચાલુ રહેશે', Rahul ના નિવેદન પર પી.ટી જાડેજાની પ્રતિક્રિયા
Rajkot News: રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala)ના નિવેદન બાદ ક્ષત્રિયોનો આક્રોશ શાંત થયો નથી, ત્યાં હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)ના નિવેદન બાદ ક્ષત્રિય સમાજ લાલઘુમ થઈ ગયો છે.
ADVERTISEMENT
Rajkot News: રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala)ના નિવેદન બાદ ક્ષત્રિયોનો આક્રોશ શાંત થયો નથી, ત્યાં હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)ના નિવેદન બાદ ક્ષત્રિય સમાજ લાલઘુમ થઈ ગયો છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના મતદાન અગાઉ રાજવાડા પર રાજકારણ શરૂ થઈ ચૂક્યું હોય તેવું લાગી રહ્યું છે. રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ પર વિવાદિત નિવેદન મામલે ભાજપ નેતા તેમને આડેહાથ લઈ રહ્યા છે અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કરી રહ્યા છે. આ વચ્ચે રાહુલ ગાંધીના રાજા રજવાડાઓ અંગેના વિવાદિત નિવેદન પર ક્ષત્રિય આગેવાન પી.ટી જાડેજાનું નિવેદન સામે આવ્યું છે.
રાજાએ કોઈનું છીનવ્યું નથીઃ પી.ટી જાડેજા
પી.ટી જાડેજાએ કહ્યું કે, 'રાહુલ ગાંધીનું નિવેદન વખોડવા લાયક છે, રાજા રજવાડાઓએ તો ઘણું આપ્યું છે, કોઈનું છીનવ્યું નથી, પરંતુ અમારો મુદ્દો અત્યારે રૂપાલાના વિરોધનો જ છે, રૂપાલાએ ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ પર નિવેદન કર્યું છે, અમારી લડાઈ નારી અસ્મિતાની છે,જે ચાલુ રહેશે.'
'રૂપાલા વખતે તો કોઈએ ટ્વીટ ન કર્યા'
તેમણે જણાવ્યું કે, રાહુલ ગાંધીએ રાજા રજવાડાઓ અંગે નિવેદન આપ્યું છે,જે અગાઉ પણ અનેક લોકો આપી ચૂક્યા છે, ક્ષત્રિય સમાજનો ઉદ્દેશ ગુજરાતની 26 સીટ પર ભાજપના ઉમેદવાર વિરુદ્ધ મતદાન કરાવવું તે જ રહેશે, પરશોત્તમ રૂપાલાના નિવેદન વખતે હર્ષ સંઘવી સહિતના ભાજપના નેતાઓ કેમ ટ્વીટ નહોતા કરતા ભાજપનો વિરોધ ચાલુ જ રહેશે કારણ કે રૂપાલાએ નારીઓનું અપમાન કર્યું છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ Loksabha Election 2024: રૂપાલા બાદ હવે રાહુલ ગાંધી ભૂલ્યા ભાન, હર્ષ સંઘવીએ લીધા આડેહાથ
શું છે સમગ્ર મામલો
કર્ણાટકની એક સભામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાજા મહારાજાઓ અંગે ટિપ્પણી કરી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર કર્ણાટકના બેલ્લારીમાં રાહુલ ગાંધીના ભાષણની 20 સેકન્ડની વીડિયો ક્લિપ શેર કરી હતી. જેમાં તેઓ કહેતા સાંભળવા મળે છે કે, ''રાજા-મહારાજાઓનું રાજ હતું, તેઓ જે ઈચ્છતા તે કરતા હતા, કોઈને જમીનની જરૂર હોય તો તે છીનવી લેતા હતા.''
ADVERTISEMENT
ઈનપુટઃ રોનક મજીઠિયા, રાજકોટ
ADVERTISEMENT
ADVERTISEMENT