VIDEO: 'ઑટોમેટિક દેશી માટલું', યુવકનો જુગાડ જોઈને મગજ ચકરાઈ જશે
Viral Video News: સોશિયલ મીડિયા પર દરરોજ એકથી એક જોરદાર વીડિયો જોવા મળે છે. તેમાંથી કેટલાક વીડિયો એવા હોય છે, જેને જોઈ જ લોકો શેર કરવાનું શરૂ કરી દે છે.
ADVERTISEMENT
Viral Video News: સોશિયલ મીડિયા પર દરરોજ એકથી એક જોરદાર વીડિયો જોવા મળે છે. તેમાંથી કેટલાક વીડિયો એવા હોય છે, જેને જોઈ જ લોકો શેર કરવાનું શરૂ કરી દે છે. હાલ એક આવો જ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને યુઝર્સ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. આ વીડિયોમાં ઓટોમેટિક દેશી માટલું જોઈને તમે પણ આશ્ચર્યમાં મુકાઈ જશો.
શખ્સનો જોરદાર જુગાડ
ઉનાળામાં આમ તો લોકો માટીના માટલાનું પાણી પીવાનું પસંદ કરે છે. પરંતુ માટલામાં સૌથી વધુ ઝંઝટ પાણી કાઢવાની હોય છે. એક ગ્લાસને માટલામાં નાખો અને પછી પાણી કાઢો અથવા માટલામાં જો નળ લાગ્યો છે તો તેના ખરાબ થવાની સંભાવના પણ વધારે હોય છે. એવામાં હવે એક શખ્સે ઉપાય કરીને ઓટોમેટિક દેશી માટલું બનાવી દીધું છે.
ADVERTISEMENT
બનાવ્યું ઓટોમેટિક માટલું
માટલામાં પાઈપ લગાવવામાં આવી છે અને નાની મોટર લગાવવામાં આવી છે. આ માટલાની ખાસિયત એ છે કે જ્યારે તમે ગ્લાસ પાઈપની નજીક લઈ જશો, ત્યારે ઓટોમેટિક પાઈપમાંથી પાણી આવવા લાગશે. આ વીડિયોને જોઈને યુઝર્સ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને હજારો લાઈક્સ મળી ચૂકી છે.
'આ જુગાડ દેશની બહાર ન જવો જોઈએ'
ઘણા યુઝર્સે આ વીડિયો પર કોમેન્ટ પણ કરી છે. એક યુઝરે લખ્યું માટલા કરતા મોઘી તો આમાં લાગેલી વસ્તુઓ છે. અન્ય એક યુઝરે લખ્યું આ જુગાડ દેશની બહાર ન જવો જોઈએ.
ADVERTISEMENT
ADVERTISEMENT