Salman Khan ના ઘરે ફાયરિંગ મામલે મોટા સમાચાર, પોલીસ કસ્ટડીમાં આરોપી અનુજ થાપને કર્યો આપઘાત
Salman Khan Firing Case: બોલિવૂડ સ્ટાર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કેસમાં એક મોટું અપડેટ સામે આવ્યું છે. આ કેસમાં એક આરોપી અનુજ થાપને પોલીસ કસ્ટડીમાં આત્મહત્યા કરી લીધી છે.
ADVERTISEMENT
Salman Khan Firing Case: બોલિવૂડ સ્ટાર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કેસમાં એક મોટું અપડેટ સામે આવ્યું છે. આ કેસમાં એક આરોપી અનુજ થાપને પોલીસ કસ્ટડીમાં આત્મહત્યા કરી લીધી છે. અનુજ પર શૂટરોને હથિયાર પૂરા પાડવાનો આરોપ છે. અનુજ થાપને પોલીસ કસ્ટડીમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. અનુજ થાપને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નિપજ્યું છે.
લોરેન્સ બિશ્નોઈ પણ લાદવામાં આવ્યો છે MCOCA
તાજેતરમાં એવું જાણવા મળ્યું હતું કે મુંબઈ પોલીસે 14 એપ્રિલે બાંદ્રામાં અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગની ઘટના અંગે મહારાષ્ટ્ર કંટ્રોલ ઑફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ એટલે કે મકોકાની જોગવાઈઓ હેઠળ કેસ નોંધ્યો હતો. આ વિશે માહિતી આપતાં એક અધિકારીએ જણાવ્યું હતું કે કથિત શૂટર્સ વિકી ગુપ્તા (24) અને સાગર પાલ (21), સોનુ કુમાર ચંદર બિશ્નોઈ (37) અને અનુજ થાપન (32) ઉપરાંત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને તેના ભાઈ અનમોલ બિશ્નોઈ પર પણ મકોકા લગાવવામાં આવ્યો છે.
ક્યારે થયું હતું ફાયરિંગ?
14 એપ્રિલની સવારે સલમાન ખાનના બાંદ્રા સ્થિત 'ગેલેક્સી એપાર્ટમેન્ટ' પર બે મોટરસાઇકલ સવાર શખ્સોએ ગોળીબાર કર્યા બાદ પોલીસે IPCની કલમ 307 (હત્યાનો પ્રયાસ) હેઠળ એફઆઇઆર નોંધી હતી. પોલીસે 16 એપ્રિલે ગુજરાતના ભુજમાંથી ગુપ્તા અને પાલની ધરપકડ કરી હતી. અધિકારીઓએ દાવો કર્યો હતો કે ગુપ્તા મોટરસાઇકલ પર સવાર હતો ત્યારે પાલે કથિત રીતે ગોળીબાર કર્યો હતો.
ADVERTISEMENT
પૂછપરછમાં થયા હતા ખુલાસા
તમને જણાવી દઈએ કે બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગની ઘટનામાં વપરાયેલી બંદૂક સુરતની તાપી નદીમાંથી મળી આવી હતી. આ દરમિયાન કેટલાક જીવતા કારતુસ પણ મળી આવ્યા હતા. સલમાનના ઘરે ફાયરિંગ કરનારા યુવકો વિકી ગુપ્તા અને સાગર પાલે પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે સલમાનના ઘરે ફાયરિંગ કર્યા બાદ તેઓ મુંબઈથી ભુજ ગયા હતા, જ્યાં મુસાફરી દરમિયાન તેમણે રેલવે બ્રિજ પરથી પિસ્તોલ તાપી નદીમાં ફેંકી દીધી હતી.
ADVERTISEMENT