CBSE Result 2024 Date: બોર્ડે કરી મોટી જાહેરાત! જાણો ક્યારે જાહેર થશે ધોરણ 10-12ની પરીક્ષાનું રિઝલ્ટ
CBSE 10th-12th Result 2024 Date Out! CBSE ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના પરિણામની વિદ્યાર્થીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ ધોરણ 10 અને 12ની પરીક્ષાના પરિણામને લઈને મોટી જાહેરાત કરી છે
ADVERTISEMENT
CBSE 10th-12th Result 2024 Date Out! CBSE ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના પરિણામની વિદ્યાર્થીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ ધોરણ 10 અને 12ની પરીક્ષાના પરિણામને લઈને મોટી જાહેરાત કરી છે
નોટિસ વાયરલ થતાં બોર્ડ એક્શનમાં
વાસ્તવમાં, તાજેતરમાં જ CBSE પરિણામની તારીખની એક નોટિસ સામે આવી હતી, જે થોડીવારમાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી. નોટિસ વાયરલ થયા બાદ CBSE બોર્ડ એક્શનમાં આવ્યું હતું. બોર્ડના PRO રમા શર્માએ આ નોટિસને ફેક ગણાવી હતી. CBSEએ તેના 'એક્સ' (અગાઉના ટ્વિટર) એકાઉન્ટ દ્વારા એક તસવીર શેર કરીને તેને ફેક ગણાવી હતી.
આ પણ વાંચોઃ RTE Admission: RTE હેઠળ ખાલી પડેલી 8 હજારથી વધુ બેઠકો પર પ્રવેશ માટે આજથી બીજો રાઉન્ડ શરૂ
તારીખને લઈ આપી મહત્વની માહિતી
હવે CBSE પરિણામની તારીખને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ફેલાઈ રહેલી અફવાઓને ધ્યાનમાં રાખીને બોર્ડે તેની સત્તાવાર વેબસાઈટ દ્વારા પરિણામ જાહેર કરવાની તારીખ સાથે સંબંધિત મહત્વપૂર્ણ માહિતી આપી છે.
ADVERTISEMENT
ક્યારે જાહેર થશે રિઝલ્સ?
CBSE રિઝલ્ટ વેબસાઈટ https://cbseresults.nic.in/ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, બોર્ડ ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાના પરિણામો 20 મે પછી જાહેર કરી શકે છે. સત્તાવાર વેબસાઈટ પર લખ્યું છે કે, 'CBSE બોર્ડના X અને XIIના પરિણામો 20 મે, 2024 પછી જાહેર થવાની સંભાવના છે.'
આ પણ વાંચોઃ ભાજપના કાર્યકરોને ક્ષત્રિયોએ ભગાડ્યા, પ્રચાર કરવા ગયેલા નેતાજીને ગ્રામજનોએ ગામની બહાર કાઢ્યા
ADVERTISEMENT
39 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી એક્ઝામ
તમને જણાવી દઈએ કે આ વર્ષે લગભગ 39 લાખ વિદ્યાર્થીઓએ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપી છે. CBSE આ લાખો વિદ્યાર્થીઓના પરિણામો તેની સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરશે.
ADVERTISEMENT
ADVERTISEMENT