Coronavirus: ભારતમાં કોરોનાએ વધારી ચિંતા, એક જ દિવસમાં ડબલ થયા પોઝિટિવ કેસ; 4ના મોત

ADVERTISEMENT

gujarattak
social share
google news

COVID-19 Updates: ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 752 નવા કેસ નોંધાયા છે અને સારવાર હેઠળ રહેલા દર્દીઓની સંખ્યા વધીને 3,420 થઈ ગઈ છે. ગઈકાલની સરખામણીમાં આ ડબલ કરતા પણ વધારે છે. તમને એ પણ જણાવી દઈએ કે, 21 મે, 2023 પછી એક દિવસમાં આવેલા કોરોના વાયરસ સંક્રમણના આ સૌથી વધુ કેસ છે.

છેલ્લા 24 કલાકમાં 4 લોકોના મોત

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં સામે આવેલા કોવિડ-19ના કેસની કુલ સંખ્યા 4.50 કરોડ (4,50,07,964) છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના સંક્રમણને કારણે ચાર લોકોના મોત થયા છે. જે બાદ આ મૃત્યુઆંક વધીને 5,33,332 થઈ ગયો છે.

રિકવરી રેટ 98.81 ટકા નોંધાયો

મંત્રાલયના આંકડા અનુસાર, કોવિડ 19ને કારણે છેલ્લા 24 કલાકમાં કેરળમાં 2 અને રાજસ્થાન અને કર્ણાટકમાં એક-એક દર્દીઓના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ અનુસાર, આ બીમારીથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4,44,71,212 થઈ ગઈ છે. રાષ્ટ્રીય રિકવરી રેટ 98.81 ટકા નોંધાયો છે. જ્યારે મૃત્યુદર 1.19 ટકા છે.

ADVERTISEMENT

220.67 કરોડ ડોઝ અપાયા

મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં કોરોના વિરોધી રસીકરણ અભિયાન હેઠળ 220.67 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. આંકડા અનુસાર, 58 દેશોમાં કોવિડ-19ના કુલ 22 હજાર 205 પોઝિટિવ કેસમાંથી 45 ટકા (9,930) સેમ્પલ BA.2.86 અથવા તેના JN.1ના પોઝિટિવ મળ્યા છે.

    follow whatsapp

    ADVERTISEMENT