ફરી Corona એ વધાર્યું ટેન્શન! અહીં નવા વેરિએન્ટથી 91 લોકો સંક્રમિત; આરોગ્ય વિભાગ થયું દોડતું

ADVERTISEMENT

ફરી વકર્યો કોરોના!
COVID Update
social share
google news

COVID Update : મહારાષ્ટ્રમાં ફરી એકવાર કોરોના વાયરલ ડરાવવા લાગ્યો છે. તેનું કારણ કોવિડ-19નો નવો સબ વેરિઅન્ટ કેપી.2 (ફ્લર્ટ) છે. કોરોનાનો આ નવો સબ વેરિઅન્ટ JN-1 સાથે સંબંધિત છે. ઘણા દેશોમાં તેના કેસ ઝડપથી વધી રહ્યા છે. પુણે સહિત મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં કેપી.2ના ઘણા કેસ મળી આવ્યા છે. મુંબઈમાં પણ કોવિડના દર્દીઓ વધી રહ્યા છે.

મહારાષ્ટ્રમાં કોરોનાએ વધાર્યું ટેન્શન  

મહારાષ્ટ્રમાં નવા COVID-19 ઓમિક્રોન સબ-વેરિઅન્ટ KP.2ના 91 કેસની પુષ્ટિ થઈ છે. તેના પુણેમાં 51 અને થાણેમાં 20 કેસ મળી આવ્યા છે. આ વેરિઅન્ટ પહેલીવાર જાન્યુઆરીમાં જોવા મળ્યો હતો. હાલમાં KP.2 અમેરિકામાં સૌથી વધુ ફેલાઈ રહ્યો છે. આ કારણે મહારાષ્ટ્રમાં ટેન્શન વધી ગયું છે. હાલમાં સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે, તેથી ગભરાવાની જરૂર નથી.

મહારાષ્ટ્રમાં KP.2 ના 91 કેસ

મહારાષ્ટ્રમાં જાન્યુઆરી મહિનામાં કોરોનાના KP.2થી સંક્રમિત દર્દીઓ મળી આવ્યા હતા. માર્ચ અને એપ્રિલ સુધીમાં આ સબ-વેરિએન્ટ મુખ્યત્વે લોકોને સંક્રમિત કરવા લાગ્યો. માર્ચમાં રાજ્યમાં કોરોનાના કેસોમાં થોડો વધારો જોવા મળ્યો હતો, પરંતુ દર્દીઓના હોસ્પિટલમાં દાખલ થવામાં કે ગંભીર કેસોમાં કોઈ ખાસ વધારો થયો નથી.

ADVERTISEMENT

પુણે અને થાણે ઉપરાંત અમરાવતી અને ઔરંગાબાદમાં KP.2ના 7-7 કેસની ઓળખ થઈ છે. સોલાપુરમાં બે કેસ જ્યારે અહેમદનગર, નાસિક, લાતુર અને સાંગલીમાં એક-એક કેસ મળી આવ્યા છે. જોકે, મુંબઈમાં સબ-વેરિઅન્ટ ‘KP.2’નો કોઈ દર્દી નથી. પરંતુ શુક્રવારે મુંબઈમાં કોવિડના 4 નવા કેસ મળી આવ્યા હતા.
 

    follow whatsapp

    ADVERTISEMENT