લોકસભાની ચૂંટણી બાદ રાહુલ ગાંધી કરશે લગ્ન? કર્યો મોટો ખુલાસો
Rahul Gandhi Marriage: લોકસભા ચૂંટણીની વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) રાયબરેલીમાં પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન તેઓ સોમવારે ફરી રાયબરેલીમાં રેલી કરવા પહોંચ્યા હતા.
ADVERTISEMENT
Rahul Gandhi Marriage: લોકસભા ચૂંટણીની વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) રાયબરેલીમાં પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન તેઓ સોમવારે ફરી રાયબરેલીમાં રેલી કરવા પહોંચ્યા હતા. જ્યારે રાહુલ ગાંધીનું સંબોધન પૂરું થયું ત્યારે ભીડે તેમને જોર-જોરથી સવાલો પૂછવાના શરૂ કરી દીધા.
લોકોએ રાહુલ ગાંધીને પૂછ્યા સવાલ
ભીડે વારંવાર એક જ સવાલ કર્યો કે તમે લગ્ન ક્યારે કરશો? જ્યારે રાહુલ ગાંધીએ લોકોને જોર-જોરથી અવાજ લગાવતા સાંભળ્યા તો તેમણે આસપાસ ઉભેલા લોકોને પૂછ્યું કે આ લોકો શું બોલી રહ્યા છે. જ્યારે તેઓને જાણવા મળ્યું કે લોકો તેમના લગ્નને લઈને સવાલ પૂછી રહ્યા છે, જેના પર તેઓએ કહ્યું કે 'હવે જલદી જ લગ્ન કરવા પડશે.'
VIDEO | Lok Sabha Elections 2024: Here's how Congress leader Rahul Gandhi (@RahulGandhi) responded when people asked him about his marriage during a public gathering in UP's Raebareli.
— Press Trust of India (@PTI_News) May 13, 2024
"Now, I will have to get married soon."#LSPolls2024WithPTI #LokSabhaElections2024
(Full… pic.twitter.com/eTkGhsW87L
20 મેના રોજ થશે મતદાન
તમને જણાવી દઈએ કે, કેરળના વાયનાડથી સાંસદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આ વખતે 2 લોકસભા બેઠકો પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેમની વાયનાડ સીટ પર પહેલા જ વોટિંગ થઈ ચૂક્યું છે. આ સિવાય તેઓ યુપીની રાયબરેલી સીટ પરથી ઈન્ડિયા બ્લોકના ઉમેદવાર પણ છે. આ બેઠક પર 20 મેના રોજ મતદાન થવાનું છે.
ADVERTISEMENT
પ્રિયંકા ગાંધી પણ કરી રહ્યા છે પ્રચાર
રાહુલ ગાંધી સિવાય પ્રિયંકા ગાંધીએ આ લોકસભા સીટને જીતવા માટે પૂરી તાકાત લગાવી દીધી છે. પ્રિપંકા ગાંધીએ તો રાયબરેલીથી એક ખાસ અભિયાન લોન્ચ કર્યું છે, જેમાં તેઓ એક દિવસમાં લગભગ 16 ગામનો પ્રવાસ કરી રહ્યા છે. આ વચ્ચે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે 17 મેના રોજ રાયબરેલીમાં રાહુલ ગાંધી અને અખિલેશ યાદવાની સાથે રેલી પણ યોજાવાની છે.
કન્નૌજમાં કરી ચૂક્યા છે રેલી
તાજેતરમાં કોંગ્રેસ નેતા અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે ઉત્તર પ્રદેશના કન્નૌજમાં ઈન્ડિયા બ્લોકના બેનર હેઠળ એક મેગા રેલી યોજી હતી. સપાની આ રેલીમાં ઈન્ડિયા બ્લોકના ઘણા મોટા નેતાઓએ ભાગ લીધો હતો અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. રાહુલે કહ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં ઈન્ડિયા ગઠબંધનનું તોફાન આવી રહ્યું છે, ભાજપની દેશની સૌથી મોટી હાર યુપીમાં થવાની છે, તમે લોકો આ લખી લો.
ADVERTISEMENT
ADVERTISEMENT