Mumbai Rains: આંધી-તોફાન સાથે વરસાદ બન્યો આફત, મુંબઈમાં મોટી દુર્ઘટના 3 લોકોના મોત, 59 ઘાયલ

ADVERTISEMENT

Mumbai Rains
15 ફ્લાઈટ ડાયવર્ટ કરાઈ
social share
google news

59 people injured after hoarding collapses in Mumbai Update: ગુજરાત રાજ્યની સાથે સાથે મુંબઈના વાતાવરણમાં પણ અચાનક પલટો જોવા મળ્યો હતો.  મુંબઈમાં દિવસ દરમિયાન અંધારપટ છવાઈ ગયો હતો અને ભારે પવનને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. હવામાન વિભાગે આજે મુંબઈમાં તોફાન અને વરસાદની ચેતવણી જારી કરી છે. આ વચ્ચે ભારે પવનના કારણે હોર્ડિંગ નીચે પડતાં એક મોટી દુર્ધટના સર્જાય હતી. હાલ મળતી માહિતી અનુસાર, હોર્ડિંગ નીચે દટાઈને 3 લોકોના મોત થયા છે અને 59 લોકો ઘાયલ થયા છે. મુંબઈ ફાયર બ્રિગેડ દ્વારા ફસાયેલા લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

 
15 ફ્લાઈટ ડાયવર્ટ કરાઈ 

મળતી માહિતી મુજબ હવામાનમાં અચાનક આવેલા બદલાવને કારણે 15 ફ્લાઈટ ડાયવર્ટ કરવામાં આવી હતી. હવે આ તમામ ફ્લાઈટ્સને મુંબઈ પરત લાવવામાં આવી રહી છે અને મુંબઈ એરપોર્ટ પર ફસાયેલી ઘણી ફ્લાઈટ્સ હવે ટેકઓફ કરી રહી છે. અત્યારે ઘણી ફ્લાઈટ્સ મોડી ચાલી રહી છે, પરંતુ દૃશ્યતા સામાન્ય છે. થોડા સમય પછી ફ્લાઈટ્સ સામાન્ય થઈ જશે તેવી અપેક્ષા છે.

GT vs KKR: ગુજરાત અને કોલકાતાની મેચ રમાશે કે નહીં? વરસાદના સંકટ વચ્ચે પણ પ્રેક્ષકો ઉમટી પડ્યા

મુંબઈમાં તોફાનને કારણે હોર્ડિંગ પડી ગયા

મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં ભારે પવનને કારણે એક હોર્ડિંગ પડી ગયું, હવે ઘાયલોની સંખ્યા 59 પર પહોંચી ગઈ છે. મુંબઈમાં તોફાની પવનોને કારણે ઘણી ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. પ્રતિકૂળ હવામાન અને ધૂળના વાવાઝોડાને કારણે, છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ (CSMIA) એ ઓછી દૃશ્યતા અને તીવ્ર પવનને કારણે લગભગ 66 મિનિટ માટે ફ્લાઈટ કામગીરીને અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધી છે.

ADVERTISEMENT

CBSE Board 12th Result topper Surbhi Mittal: Surbhi Mittal ની ધોરણ 12ની Mark sheet Viral, પરિણામ જોઈ ચોંકી જશો

NDRFની ટીમ તૈનાત

તોફાનના કારણે મુંબઈમાં ઘણી જગ્યાએ ભારે વિનાશ થયો છે. આ ઉપરાંત ઘાટકોપર વિસ્તારમાં NDRFની ટીમને બચાવ કાર્ય માટે તૈનાત કરવામાં આવી છે, જ્યાં NDRFના 67 જવાનો બચાવ કાર્યમાં લાગેલા છે. હવામાન વિભાગના અધિકારી સુષ્મા નાયરે હવામાનમાં આવેલા બદલાવ અંગે નિવેદન આપતા કહ્યું છે કે જે રીતે આજે હવામાનમાં ફેરફાર જોવા મળ્યો હતો તેવી જ સ્થિતિ આવતીકાલે પણ બની શકે છે.

મુંબઈમાં ધૂળની ડમરીઓ સાથે વાદળો વરસ્યા હતા

મુંબઈના પશ્ચિમી ઉપનગરો બોરીવલી, કાંદિવલી, મલાડ અને ગોરેગાંવ વિસ્તારમાં પણ ભારે વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત નવી મુંબઈના કેટલાક વિસ્તારોમાં પાવર કટની ફરિયાદો પણ નોંધાઈ છે.
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT