GT vs KKR: ગુજરાત અને કોલકાતાની મેચ રમાશે કે નહીં? વરસાદના સંકટ વચ્ચે પણ પ્રેક્ષકો ઉમટી પડ્યા
GT vs KKR IPL 2024 Updates: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે IPLની મેચ ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે રમાવાની છે. આ ટૂર્નામેન્ટની 61મી મેચ અને બંને ટીમોની 13મી લીગ મેચ છે.
ADVERTISEMENT
GT vs KKR IPL 2024 Updates: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે IPLની મેચ ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે રમાવાની છે. આ ટૂર્નામેન્ટની 61મી મેચ અને બંને ટીમોની 13મી લીગ મેચ છે. પરંતુ એકાએક અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને ભારે પવન સાથે કમોસમી વરસાદની એન્ટ્રી થઈ હતી. અમદાવાદમાં કમોસમી વરસાદ મેચમાં વિધ્ન ઊભું કરી શકે છે. ખરાબ વાતાવરણના કારણે ટોસ નિર્ધારિત (Toss delayed due to bad weather) સમયે થઈ શકી ન હતી.
શું આજનો મેચ રમાશે કે નહીં?
હવે હવામાન વિભાગની આગાહી બાદ આજે અમદાવાદમાં વરસાદ શરુ થયો હતો તો શું આજનો આ મેચ રમાશે કે નહીં? વરસાદના માહોલ વચ્ચે પણ પ્રેક્ષકોની ભારે ભીડ સ્ટેડિયમની બહાર ઉમટી હતી. જો હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ પણ વરસાદ વરસે તો મેચ રદ થઈ શકે છે અને ઉત્સાહથી મેચ જોવા મળે આવેલા પ્રેક્ષકોને પાછું જવું પડી શકે છે. જોકે, અત્યારે તો મેચ રદ્દ થવાના ચાન્સ બહુ ઓછા લાગી રહ્યા છે કારણ કે વરસાદ ધીમો થઈ ગયો છે અને મળતી માહિતી અનુસાર થોડી વારમાં ટોસ થઈ શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT