ઓફિસથી ઘરે આવતા કુરકુરે લાવવાનું ભૂલી ગયો પતિ, પત્નીએ આપી ભયાનક સજા

ADVERTISEMENT

Fight for Kurkure
કુરકુરે માટે બબાલ
social share
google news

Fight for Kurkure: ઉત્તર પ્રદેશ (UP) ના આગ્રા  (Agra) થી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં 5 રૂપિયાના કુરકુરે (Kurkure) નું પેકેટ ન મળતા પત્ની નારાજ થઈ ગઈ. પતિનું કહેવું છે કે તેની પત્ની દરરોજ કુકકુરે માંગે છે. હું દરરોજ કુરકુરે લાવીને પરેશાન થઈ ચૂક્યો છું. બીજી તરફ કુરકુરે ન મળતા રોષે ભરાયેલી પત્નીએ તેના પતિ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી છે.

હાલમાં પોલીસે આ ફરિયાદને ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટરને મોકલી છે. ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટરમાં પતિ-પત્નીનું કાઉન્સેલિંગ કરાયું. બંનેને આગામી તારીખ આપવામાં આવી છે. સાથે જ શાંતિ વાતને પૂરી કરી સમાધાન કરી લેવાની પણ સલાહ આપી છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, શાહગંજ પોલીસ સ્ટેશન વિસ્તારની રહેવાસી યુવતીના લગ્ન સદર પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી યુવક સાથે થયા હતા. બંનેના લગ્ન 2023માં હિન્દુ રીતિ-રિવાજ મુજબ થયા હતા. લગ્ન બાદ બંને ખુશી-ખુશી રહેતા હતા. પરંતુ પત્નીની વધુ પડતી કુરકુરે ખાવાની આદતના કારણે બંને વચ્ચે ઝઘડો થયો હતો.

આ પણ વાંચો

ADVERTISEMENT

પતિ-પત્નીમાં વધો વિવાદ

આરોપ છે કે, પત્ની દરરોજ પતિને ઓફિસથી ઘરે આવતી વખતે કુરકુરેનું પેકેટ લઈને આવવાની ડિમાન્ડ કરતી હતી. પરંતુ એક દિવસ પતિ કુરકુરે લાવવાનું ભૂલી ગયો, જેના કારણે પત્ની નારાજ થઈ ગઈ. બંનેની વચ્ચે આ વાતને લઈને લડાઈ થઈ ગઈ. પત્ની નારાજ થઈને પિયર જતી રહી . તે છેલ્લા દોઢ મહિનાથી પિયર જ રહે છે.

પત્નીને કુરકુરે ખાવાનો હતો શોખ

હાલમાં જ પત્ની તેના પતિ વિરુદ્ધ ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન પહોંચી હતી. ફરિયાદ પોલીસ સ્ટેશનમાંથી ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટરમાં ટ્રાન્સફર કરવામાં આવી છે. ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટરના કાઉન્સેલર ડૉ. સતીશ ખિરવારે જણાવ્યું કે કાઉન્સેલિંગ દરમિયાન યુવકે કહ્યું કે, પત્નીએ 5 રૂપિયાના કુરકુરેને લઈને ઝઘડો કર્યો. એક દિવસ કુરકુરે લાવવાનું ભૂલી જતાં તે નારાજ થઈ ગઈ અને પિયર જતી રહી. યુવતીએ કહ્યું કે તેના પતિએ તેની સાથે મારપીટ કરી હતી, તેથી તે પિયર જતી રહી હતી. કાઉન્સેલરે એમ પણ કહ્યું કે યુવતીને કુરકુરે ખાવાનો વધુ શોખ છે. હાલ બંને પતિ-પત્નીને આગામી તારીખ આપવામાં આવી છે. 
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT