Maggi ખાધા બાદ 10 વર્ષના બાળકનું મોત, પરિવારના 6 સભ્યો હોસ્પિટલમાં દાખલ

ADVERTISEMENT

મેગી ખાવાથી 10 વર્ષના બાળકનું મોત!
Maggi
social share
google news

Maggi : જ્યારે ભૂખ લાગે છે, ત્યારે સૌથી વધુ જે વસ્તુ તૈયાર કરીને ખાવાનું મન થાય છે તે છે મેગી!. મેગી માત્ર બે જ મિનિટમાં બનાવી શકાય છે, તેથી તે લોકોની વચ્ચે પોપ્યુલર બની ગઈ છે. પરંતુ ઉત્તર પ્રદેશના પીલીભીતમાં આ મેગી (Maggi) ના કારણે એક પરિવારના 6 લોકો બીમાર પડી ગયા અને 10 વર્ષના બાળકનું મોત થયું. આ સમાચાર સાંભળીને દરેકને આશ્ચર્ય થયું છે.

10 વર્ષના બાળકનું મોત

મીડિયા રિપોર્ટ્સ અનુસાર,  ભાત સાથે મેગી ખાવાથી 10 વર્ષના બાળકનું મોત થયું છે, જ્યારે પરિવારના 6 લોકો ફૂડ પોઈઝનિંગનો શિકાર બન્યા છે. દરેકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે, 10 વર્ષના બાળકને બચાવી શકાયો ન હતો.

મેગીની સાથે ભાત ખાધા બાદ બગડી તબિયત

પરિવારના તમામ સભ્યોએ મેગીની સાથે ભાત મિક્સ કરીને ખાધા હતા. જે બાદ તમામ ઉલ્ટી કરવા લાગ્યા. જે બાદ તમામને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ 6 લોકો સાજા થઈ ગયા, પરંતુ 10 વર્ષના બાળકનું મોત થયું હોવાનું મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે. 

ADVERTISEMENT

શુક્રવારે ખસેડાયા હોસ્પિટલમાં

એવું કહેવામાં આવ્યું આવી રહ્યું છે કે ગુરુવારે રાત્રે પરિવાર મેગીની સાથે ભાત ખાઈને સૂઈ ગયો હતો અને રાત્રે તબિયત બગડી. શુક્રવારે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર બાદ તમામને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા પરંતુ અચાનક એક બાળકની તબિયત લથડતા તેનું મોત નીપજ્યું હતું.

સમાચાર સાંભળીને બધા ચોંક્યા

દસ વર્ષના બાળકના મોતના સમાચાર સાંભળીને બધા ચોંકી ગયા છે અને મેગી સાથે ભાત ખાવાને લઈને લોકોમાં ડર છે. જોકે, મેગી ખાધા બાદ પરિવારના સભ્યોની તબિયત કેમ બગડી તે બાબતની તપાસ કરવામાં આવી રહી છે. તો બાળકના મોત કેવી રીતે થયું તેને લઈને પણ તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. 

ADVERTISEMENT

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT