Happiness Index માં ભારત કરતાં પાકિસ્તાન આગળ, ગુસ્સો કરવામાં ગુજરાતીઓ દેશમાં ત્રીજા સ્થાને, જાણો સંપૂર્ણ યાદી

ADVERTISEMENT

World Happiness Report for 2024
ભારત કરતાં પાકિસ્તાન હેપીનેસ ઇંડેક્સમાં આગળ
social share
google news

World Happiness Report for 2024 બહાર પાડવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર 146 દેશોમાં ભારતનું રેન્કિંગ 126મું છે. હેપીનેસ (International Day of Happiness) આપણા જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આપણે આપણા જીવનમાં દરરોજ એવું કામ કરવું જોઈએ જે આપણને સુખ આપે. આપણા માનસિક સ્વાસ્થ્ય માટે ખુશ રહેવું ખૂબ જ જરૂરી છે. વિશ્વને સુખનું મહત્વ સમજાવવા માટે દર વર્ષે 20 માર્ચે International Day of Happiness ઉજવવામાં આવે છે. તેની શરૂઆત 20212માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા કરવામાં આવી હતી. અઅ રિપોર્ટમાં ચાલો આપણે જાણીએ કે સૌથી ટોપ પર કયો દેશ છે અને ભારતના પાડોશી અને સ્પર્ધાત્મક દેશો પાકિસ્તાન અને ચીનના રેન્કિંગ વિશે પણ જાણ મેળવીશું.

ભારત કરતાં પાકિસ્તાન હેપીનેસ ઇંડેક્સમાં આગળ 

Annual world happiness report 2024 અનુસાર, ભારતના લોકો ખુશ રહેવામાં ઘણા પાછળ છે. દુનિયાના 146 દેશોમાં ખુશીની બાબતમાં ભારતનું રેન્કિંગ 126મું છે. ભારતના મિઝોરમ રાજ્યના લોકો સૌથી વધુ ખુશ છે. જો આ રેન્કિંગની વાત કરવામાં આવે તો અફઘાનિસ્તાનના લોકો ખુશ રહેવાની બાબતમાં સૌથી છેલ્લા છે. આ યાદીમાં મુખ્ય વાતએ જોવા મળી છે કે ભારત કરતાં વધારે પાકિસ્તાનના લોકો ખુશ છે એટલા માટે યાદીમાં ભારતના રેન્કિંગથી પાકિસ્તાનનું રેન્કિંગ આગળ છે. જ્યાં ભારત 126માં સ્થાને છે ત્યારે પાકિસ્તાનનો રેન્ક 108મું અને ચીન 60th નંબર પર છે. 

ગુસ્સો કરવામાં ગુજરાતીઓ દેશમાં ત્રીજા સ્થાને

દેશનાં 20 મોટાં રાજ્યમાં ખુશીના માપદંડોની દૃષ્ટિએ પહેલા નંબર પર કેરળ ત્યારબાદ હિમાચલ પ્રદેશ છે. આ યાદીમાં ગુજરાત 16મા ક્રમે છે. જોકે દિવસમાં સૌથી વધુ હસવા-સ્મિત કરવામાં રાજસ્થાન સૌથી વધુ આગળ છે. સૌથી વધુ વાર ગુસ્સો કરવામાં ઝારખંડ આગળ છે. જો ગુજરાતની વાત કરવામાં આવે તો યાદીમાં ત્રીજા ક્રમે છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

ક્યા આધારે થાય છે રેન્કિંગ?

હેપ્પીનેસ રેન્કિંગ વ્યક્તિના જીવન સંતોષના સ્વ-મૂલ્યાંકન તેમજ માથાદીઠ જીડીપી, સામાજિક સમર્થન, સ્વસ્થ આયુષ્ય, સ્વતંત્રતા, ઉદારતા અને ભ્રષ્ટાચાર પર આધારિત છે. સમાચાર એજન્સી એએફપીને જણાવ્યું હતું કે ફિનલેન્ડમાં રહેતા લોકો પ્રકૃતિ સાથે ગાઢ જોડાણ અને તેમના જીવન સંતોષમાં તંદુરસ્ત કાર્ય-જીવન સંતુલન મહત્વપૂર્ણ માને છે.

વિશ્વના ટોચના 10 ખુશાલ દેશો

  1. ફિનલેન્ડ
  2. ડેનમાર્ક
  3. આઇસલેન્ડ
  4. સ્વીડન
  5. ઇઝરાયેલ
  6. નેધરલેન્ડ
  7. નોર્વે
  8. લક્ઝમબર્ગ
  9. સ્વિટ્ઝર્લૅન્ડ
  10. ઓસ્ટ્રેલિયા

    follow whatsapp

    ADVERTISEMENT