Hanuman Temple: આ ચમત્કારિક મંદિરમાં હનુમાજીની ઊંધી મૂર્તિની થાય છે પૂજા, જાણો તેની રસપ્રદ કહાની

ADVERTISEMENT

Miraculous Hanuman Temple
ચમત્કારિક હનુમાન મંદિર
social share
google news

Miraculous Hanuman Temple: રામ ભક્ત હનુમાનજી (Hanuman)ના ચમત્કારોની કહાનીઓ અસંખ્ય છે. આમાંથી ઘણા ચમત્કારો તો આજે પણ અસ્તિત્વમાં છે અને તેની પાછળના રહસ્યો આજે પણ વણઉકેલાયેલા છે. દેશના કેટલાક હનુમાન મંદિરો  (Hanuman Temple)  તો ખૂબ જ ખાસ અને ચમત્કારિક છે. આવું જ એક મંદિર મધ્યપ્રદેશમાં છે, જ્યાં પવનપુત્ર હનુમાનની ઊંધી મૂર્તિ સ્થાપિત છે. અહીં હનુમાનજી માથાના ભાગે ઊંધા ઊભા છે. દૂર-દૂરથી લોકો હનુમાનજીના દર્શન કરવા અને તેમના આશીર્વાદ લેવા માટે આ મંદિરે આવે છે.

ચમત્કારિક છે હનુમાનજીની પ્રતિમા

હનુમાનજીનું આ પ્રસિદ્ધ મંદિર મધ્યપ્રદેશના ઈન્દોરથી 30 કિમી દૂર સાંવેર ગામ  (Sanwer Village)માં આવેલું છે. બજરંગબલીની આ ઊંધી મૂર્તિ ખૂબ જ ચમત્કારિક માનવામાં આવે છે. માન્યતા છે કે, આ મંદિરમાં જો કોઈ પણ વ્યક્તિ 3 કે 5 મંગળવાર સુધી બજરંગબલીના દર્શન કરવા માટે સતત આવે છે તો તેમની દરેક મનોકામના પૂર્ણ થાય છે. ચમત્કારિક મૂર્તિ પર ચોલા ચઢાવવાથી પણ મનોકામના પૂર્ણ થાય છે. 

શું છે માન્યતા?

આ મંદિરમાં હનુમાનજીની ઊંધી પ્રતિમાને લઈને એવી માન્યતા છે કે જ્યારે ભગવાન રામ અને રાવણનું યુદ્ધ થઈ રહ્યું હતું, ત્યારે રાવણ પોતાનું રુપ બદલીને અહિરાવણ બનીને ભગવાન રામની સેનામાં સામેલ થઈ ગયા હતા. આ પછી રાતના સમયે બધા સૂતા હતા, ત્યારે રાવણ પોતાની માયાવી શક્તિથી શ્રી રામ અને લક્ષ્મણજીને મૂર્છિત કરીને પોતાની સાથે પાતાળ લોક લઈ ગયા. જ્યારે વાનર સેનાને આ જાણ થઈ ત્યારે હડકંપ મચી ગયો. જ્યારે હનુમાનજીને આ વાતની જાણ થઈ ત્યારે તેઓ રાવણેને શોધવા પાતાળ લોક પહોંચ્યા, અહીં બજરંગબલીએ અહિરાવણનો વધ કર્યો અને ભગવાન રામ અને  લક્ષ્મણજીને પરત લાવ્યા. 

આ પણ વાંચો

ADVERTISEMENT

...તેથી સ્થાપિત કરાઈ પ્રતિમા

માનવામાં આવે છે કે સાંવરે જ એ સ્થળ હતું જ્યાંથી હનુમાનજી પાતાળ લોકમાં ગયા હતા.  જ્યારે તેઓએ અહીં જવા માટે પ્રવેશ કર્યો ત્યારે તેમના પગ આકાશ તરફ હતા અને માથું ધરતી તરફ હતું. આ કારણે હનુમાનજીની ઊંધા સ્વરૂપની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી.
 

    follow whatsapp

    ADVERTISEMENT