Sankashti Chaturthi: આવતીકાલે છે સંકટ ચતુર્થી, જાણો પૂજા વિધિ અને વ્રતના રાખવાના ફાયદા
Vikata Sankashti Chaturthi 2024: વૈશાખ માસના કૃષ્ણ પક્ષની સંકષ્ટી ચતુર્થી આ વર્ષે 27 એપ્રિલે એટલે કે આવતીકાલે યોજવાની છે. આ દિવસનું અનેરું ધાર્મિક મહત્વ રહેલું છે. આ દિવસ વિકટ સંકષ્ટી ચતુર્થી વ્રત કરવામાં આવે છે. આ વ્રત રાખવાથી વ્યક્તિના જીવનમાંથી દરેક પ્રકારની આર્થિક પરેશાનીઓમાંથી પણ મુક્તિ મળે છે. દ
ADVERTISEMENT
Vikata Sankashti Chaturthi 2024: વૈશાખ માસના કૃષ્ણ પક્ષની સંકષ્ટી ચતુર્થી આ વર્ષે 27 એપ્રિલે એટલે કે આવતીકાલે યોજવાની છે. આ દિવસનું અનેરું ધાર્મિક મહત્વ રહેલું છે. આ દિવસ વિકટ સંકષ્ટી ચતુર્થી વ્રત કરવામાં આવે છે. આ વ્રત રાખવાથી વ્યક્તિના જીવનમાંથી દરેક પ્રકારની આર્થિક પરેશાનીઓમાંથી પણ મુક્તિ મળે છે. દર વર્ષે વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિએ વિકટ સંકષ્ટી ચતુર્થી ઉજવવામાં આવે છે. આ વખતની વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિની વાત કરવામાં આવે તો 27 એપ્રિલના રોજ સવારે 8.20 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે 28 એપ્રિલના રોજ સાવરે 8.20 વાગ્યે સમાપ્ત થશે.
સંકષ્ટી ચતુર્થી પૂજા વિધિ કેવી હોય છે?
- સૌ પ્રથમ તમારા ઘરના મંદિરમાં દીવો પ્રગટાવો.
- આ દિવસે વ્રત રાખવામાં આવે છે
- આ દિવસે ભગવાન ગણપતિની પૂજા કરવામાં આવે છે
- ભગવાનને ગંગાજળથી અભિષેક કરી સ્નાન કરાવો
- પછી ભગવાનને પુષ્પ, દુર્વા અર્પણ કરો
- ત્યારબાદ ભગવાનને સિંદૂર ચઢાવો
- ભગવાન ગણેશનું ધ્યાન ધરી તેમની પૂજા-અર્ચના કરો
- તેમજ ભગવાન ગણેશને ભોગ અર્પણ કરો
'જય શ્રી રામ' લખ્યું અને વિદ્યાર્થીઓ થયા પાસ, RTI માં ખુલાસા બાદ પ્રોફેસર સામે કડક કાર્યવાહી
આ મુશ્કેલીઓ થશે દૂર
સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના મંદિરમાં જઈને પૂજા કરવાથી ધંધા સંબંધિત સમસ્યાઓનું નિવારણ આવે છે. આ સિવાય "ॐ गण गणपतये नमः" મંત્રનો 1008 વાર જાપ કરો. આ ઉપાય તમને વિઘ્નોમાંથી મુક્તિ અપાવશે. બીજી તરફ જો ધન સંબંધિત કોઈ સમસ્યા હોય તો વિધિ પ્રમાણે ગણેશજીની પૂજા કર્યા બાદ ગોળ અને ઘી અર્પણ કરો. ત્યાર બાદ તે ભોગ ગાયને ખવડાવો. જો લગ્નમાં અડચણો આવે અથવા લગ્ન માટે યોગ્ય વર કે વર ન મળે તો ગોળ અને દુર્વાની 21 ટુકડા ગણેશજીને અર્પણ કરવા જોઈએ. તેનાથી લગ્નમાં આવતા અવરોધો દૂર થાય છે.
ADVERTISEMENT
ADVERTISEMENT