Mukhtar Ansari Death: મુખ્તાર અંસારીનું એક સપનું રહી ગયું અધૂરું, કહેતો હતો- જેલમાંથી નીકળતા જ પૂરું કરીશ

ADVERTISEMENT

Mukhtar Ansari Death
મુખ્તાર અંસારીનું એક સપનું રહી ગયું અધૂરું
social share
google news

Mafia Don Mukhtar Ansari Last Wish:  19 વર્ષથી જેલમાં બંધ ડોન મુખ્તાર અંસારીનું માફિયારાજ આખરે ખતમ થઈ ગયું. મુખ્તાર અંસારીનું ગઈકાલે રાતે જેલમાં જ અવસાન થયું છે. અંસારી જેલમાં રોઝા રાખી રહ્યો હતો, પરંતુ ગઈકાલે રાતે તેની અચાનક તબિયત બગડતા તેને રાણી દુર્ગાવતી મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ ડૉક્ટરો તેને ન બચાવી શક્યા.

મુખ્તારનું સપનું રહી ગયું અધૂરું

મુખ્તાર અંસારીના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્તાર અંસારી અધૂરી ઈચ્છાઓ સાથે આ દુનિયા છોડી ગયો છે. તેનું એક સપનું હતું, જેને તે પૂરું કરવા માંગતો હતો. તે ઘણીવાર કહેતો હતો કે જ્યારે હું જેલમાંથી બહાર નીકળીશ, ત્યારે મારા આ સપનાને ચોક્કસ પૂરું કરીશ. જાણો મુખ્તાર અંસારીનું શું હતું સપનું, જે રહી ગયું અધૂરું?

આ પણ વાંચોઃ Mukhtar Ansari ના મૃત્યુ બાદ ક્યા છે પત્ની અફસા? એક સામાન્ય મહિલા કેવી રીતે બની ‘મોસ્ટ વોન્ટેડ’?

એક કાર ખરીદવાની હતી ઈચ્છા

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુખ્તાર અંસારીને લક્ઝરી ગાડીઓનો ઘણો શોખ હતો. તેના કાફલામાં ઘણી લક્ઝરી ગાડીઓ, બુલેટ બાઈક, એમ્બેસેડર અને જીપ્સીનો સમાવેશ થતો હતો, પરંતુ મુખ્તાર અંસારી તેના કાફલામાં પ્રખ્યાત બ્રાન્ડની કારને સામેલ કરવા માંગતો હતો. તે ઈન્ટરનેશનલ બ્રાન્ડ SUV હમરને પોતાના કાફલાની શાન બનાવવા માંગતો હતો. તે કેદીઓને પોતાની કાર વિશે જણાવતો અને કહેતો કે જેલમાંથી બહાર નીકળતા જ હમર ગાડી ખરીદશે અને તેને પોતાના કાફલામાં સૌથી આગળ રાખશે, પરંતુ તે પોતાનું સપનું પૂરું કરે તે પહેલા જ તેણે દુનિયા છોડી દીધી.

આ પણ વાંચો

ADVERTISEMENT

આ પણ વાંચોઃ માફિયા ડોન મુખ્તાર અંસારીનું હાર્ટ એટેકના કારણે મોત

 

મુખ્તારને ગાડીઓનો હતો ઘણો શોખ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ડોન મુખ્તાર અંસારીના કાફલામાં મારુતિ જીપ્સી, મારુતિ કાર અને વાન સામેલ હતી. આ સિવાય ટાટા સફારી, ફોર્ડ એન્ડેવર, ઓડી, BMW, પજેરો સ્પોર્ટ, ટાટા સફારી કાર પણ જોવા મળી હતી. તેને ટાટા સફારી એટલી પસંદ હતી કે એક જ કલરની 5થી 6 ટાટા સફારી તેના કાફલામાં જોવા મળતી હતી.  વધુ રસપ્રદ વાત એ હતી કે મુખ્તાર અંસારીના કાફલાની દરેક કારનો નંબર 786 હતો. 1986માં જ્યારે તે સચ્ચિદાનંદ હત્યાકાંડમાં નિર્દોષ છૂટ્યો હતો અને જેલમાંથી બહાર આવ્યો હતો, ત્યારે તેનો કાફલો જેલની બહાર જ ઊભો હતો. તે સમયે તેની ગાડીઓ અને તેનો નંબર ઘણી ચર્ચામાં રહ્યા હતા.
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT