શુભ પ્રસંગ માતમમાં ફેરવાયોઃ જાનૈયાથી ભરેલી વાનને ટ્રકે મારી ટક્કર, 9 લોકોના કરૂણ મૃત્યુ

ADVERTISEMENT

Jhalawar Road Accident
જાનૈયાઓને નડ્યો ભયંકર અકસ્માત
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

ઝાલાવાડ જિલ્લામાં ભયાનક માર્ગ અકસ્માત

point

વાનને ટ્રકે ટક્કર મારતા 9 લોકોના મૃત્યુ

point

અકલેરા નજીક જાનૈયાઓની વાનને અકસ્માત નડ્યો

Jhalawar Road Accident: રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લામાં ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. જાનૈયાઓથી ભરેલી વાનને ટ્રકે ટક્કર મારતા 9 લોકોના કમકમાટીભર્યા મૃત્યુ થયા છે. ઝાલાવાડ જિલ્લાના અકલેરા નજીક મધ્યપ્રદેશથી પરત ફરી રહેલી જાનૈયાઓની વાનને અકસ્માત નડ્યો હતો. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. એક ઈજાગ્રસ્ત વ્યક્તિની હોસ્પિટલમાં સારવાર ચાલી છે.

જાનમાંથી પરત આવી રહ્યા હતા જાનૈયા

ઝાલાવાડ જિલ્લાના અકલેરા ખાતે રહેતા એક યુવકના લગ્ન હતા. આ યુવકની જાન મધ્યપ્રદેશના ખિલચીપુર ખાતે ગઈ હતી. શનિવારે મોડી રાત્રે 10 મિત્રો એક મારુતિ વાનમાં અકલેરા પરત ફરી રહ્યા હતા. આ સમય દરમિયાન જ્યારે તેમની વાન અકલેરાના NH-52 પર ખુરી પચોલાની નજીક પહોંચી ત્યારે સામેથી આવતી ટ્રક વાન સાથે અથડાઈ હતી.

આ પણ વાંચોઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગ જામ્યો, કોંગ્રેસના 4 દિગ્ગજ ઉમેદવારોના ફોર્મ રદ કરવા ભાજપની ફરિયાદ

 

ADVERTISEMENT

9 લોકોને ડોક્ટરોએ જાહેર કર્યા મૃત

અકસ્માત બાદ ઘટના સ્થળે અફરા-તફરી મચી ગઈ હતી. આ અંગેની જાણ થતાં જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. ઈજાગ્રસ્તોને વાનમાંથી બહાર કાઢીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ 9 લોકોને મૃત જાહેર કર્યા હતા. એક ઈજાગ્રસ્ત હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આ પણ વાંચોઃ IPL 2024: RCB આટલા વર્ષોથી કેમ નથી જીતી શકતી IPL ટ્રોફી? પૂર્વ ક્રિકેટરે આપ્યો 'જીતનો ગુરુમંત્ર'

 

ADVERTISEMENT

વહેલી સવારે સર્જાયો અકસ્માત

મૃતકોના મૃતદેહને અકલેરા હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે. આરોપી ટ્રક ચાલકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઝાલાવાડના એસ.પી ઋચા તોમરના જણાવ્યા અનુસાર, અકસ્માતનો ભોગ બનેલા લોકો જાનમાં મધ્યપ્રદેશ ગયા હતા. પરત ફરતી વખતે રવિવારે સવારે 3 વાગ્યાની આસપાસ ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેના કારણે વાનના ફુરચે ફુરચા ઉડી ગયા. 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT