Delhi Dry Day: દિલ્હીમાં 19 નવેમ્બરે બંધ રહેશે દારૂની દુકાનો, જાણો શા માટે કેજરીવાલ સરકારે લીધો નિર્ણય

ADVERTISEMENT

gujarattak
social share
google news
Delhi News: છઠ પૂજાનો તહેવાર શુક્રવારથી શરૂ થયો છે. તેને જોતા દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે (Arvind Kejriwal Government) એક મોટું પગલું ભર્યું છે. દિલ્હી સરકારના આબકારી કમિશનરે 19 નવેમ્બરે છઠ પૂજાના અવસર પર દિલ્હીમાં ડ્રાય ડે જાહેર કર્યો છે. એટલે કે રવિવારે દિલ્હીમાં દારૂની દુકાનો બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન ઠેકા અથવા દારૂની દુકાનોમાં દારૂનું વેચાણ કરવામાં આવશે નહીં.

આબકારી વિભાગે જાહેર કર્યા હતા 6 ડ્રાય ડે

આ પહેલા દિલ્હી સરકારના આબકારી વિભાગે ગયા મહિને ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી 6 ડ્રાય ડે જાહેર કર્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે શહેરમાં ચાર સરકારી નિગમો દ્વારા સંચાલિત શહેરની 637 છૂટક દારૂની દુકાનો 2 ઓક્ટોબર (ગાંધી જયંતિ), 24 ઓક્ટોબર (દશેરા), 28 ઓક્ટોબર (વાલ્મિકી જયંતિ), 12 નવેમ્બર (દિવાળી), 27 નવેમ્બર (ગુરુ નાનક જયંતિ) અને 25મી ડિસેમ્બર (ક્રિસમસ)ના રોજ બંધ રહેશે.
Image

ત્રણ મહિને ડ્રાય ડે જાહેર કરે છે આબકારી વિભાગ

ઉલ્લેખનીય છે કે, આબકારી વિભાગ દર ત્રણ મહિને ડ્રાય ડે જાહેર કરે છે. દિલ્હીમાં એક વર્ષમાં 21 ફિક્સ ડ્રાય ડે હોય છે, જે દેશમાં સૌથી વધારે છે. ડ્રાય ડે પર દારૂના વેચાણ પર પ્રતિબંધ રહે છે. આ પહેલા અરવિંદ કેજરીવાલ સરકારે 1 જુલાઈ, 2023થી 30 સપ્ટેમ્બર, 2023 સુધીના સમયગાળા માટે ડ્રાય ડેની યાદી બહાર પાડી હતી. આ યાદીમાં 29 જુલાઈએ મોહરમ, 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ, 7 સપ્ટેમ્બરે જન્માષ્ટમી અને 28 સપ્ટેમ્બરે ઈદ-એ-મિલાદનો સમાવેશ થાય છે.

કરવામાં આવે છે કાર્યવાહી

તમને જણાવી દઈએ કે, દિલ્હીમાં તહેવારો અને ચૂંટણીના દિવસોને ડ્રાય ડે તરીકે ચિહ્નિત કરવામાં આવે છે. આ દિવસે સરકાર મૂળભૂત રીતે દારૂના વેચાણ પર પ્રતિબંધ મૂકે છે. તો જ્યારે લોકો ડ્રાય ડે પાળતા નથી, ત્યારે સરકાર તેમની સામે પગલાં પણ લે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT