Bihar: સાસારામમાં બોમ્બ બ્લાસ્ટ, નાલંદામાં ફાયરિંગ બાદ લાગ્યું કર્ફ્યુ

Niket Sanghani

ADVERTISEMENT

gujarattak
social share
google news

બિહાર: બિહારમાં સાસારામ અને બિહારશરીફ હિંસાની આગમાં સળગી રહ્યાં છે. પોલીસ પ્રશાસનના તમામ પ્રયાસો છતાં રામ નવમી દરમિયાન હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. સાસારામમાં બોમ્બ બ્લાસ્ટ થયો છે, જેમાં પાંચ લોકો ઘાયલ થયા છે. ત્યારે બીજી તરફ, નાલંદાના બિહારશરીફમાં પણ ફાયરિંગની ઘટના સામે આવી છે. જોકે હવે કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.

બિહારના સાસારામ અને નાલંદામાં રામનવમી દરમિયાન થયેલી હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. સાસારામમાં બોમ્બ બ્લાસ્ટ થયો છે, જેમાં પાંચ લોકો ઘાયલ થયા છે. તમામને સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.

નાલંદામાં ફાયરિંગ
બીજી તરફ નાલંદામાં બિહારશરીફના પહાડપુરા વિસ્તારમાં શનિવારે બે જૂથો સામસામે આવી ગયા હતા, આ દરમિયાન લગભગ 12 રાઉન્ડ ફાયરિંગ થયું હતું, જેના કારણે આ વિસ્તારમાં ભયનો માહોલ છે. જિલ્લા મેજિસ્ટ્રેટ શશાંક શુભાંકરે બિહારશરીફમાં કર્ફ્યુ લાદવાની જાહેરાત કરી છે, જ્યારે 144 પહેલેથી જ અમલમાં છે. આ અંગે સમગ્ર શહેરને જાણ કરવામાં આવી રહી છે.સમગ્ર શહેર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું. શહેરમાં રેપિડ એક્શન ફોર્સ પણ તૈનાત કરવામાં આવી છે. આ દરમિયાન  ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ શનિવારે પટના પહોંચ્યા હતા

આ પણ વાંચો

ADVERTISEMENT

અમિત શાહ આજે રવિવારે સવારે 11:30 વાગ્યે દિઘામાં સશસ્ત્ર સીમા બાલ (SSB) કાર્યક્રમમાં હાજરી આપશે. આ પછી નવાદા જશે. ત્યાંથી પરત ફર્યા બાદ તેઓ દિલ્હી પરત ફરશે. ગૃહમંત્રી SSBના વિવિધ ઉદ્ઘાટન અને શિલાન્યાસના કાર્યક્રમોમાં ભાગ લેશે. ગૃહમંત્રી અમિત શાહની સાસારામની મુલાકાત રદ કરવામાં આવી છે. નોંધનીય છે કે, રામ નવમીના બીજા દિવસે એટલે કે શુક્રવારે પ્રથમ વખત પથ્થરમારો અને આગચંપી થઈ હતી. સાસારામ, પછી નાલંદામાં પણ આગ લાગી.

હિંસક અથડામણને પગલે કલમ 144 લાગુ થવાને કારણે બિહારના રોહતાસમાં શાહની સાસારામની મુલાકાત રદ કરવામાં આવી છે. હિંસાની ઘટનાઓને લઈને ભાજપ રાજ્ય સરકાર પર પ્રહારો કરી રહી છે. બીજેપી પ્રદેશ અધ્યક્ષ સમ્રાટ ચૌધરીએ કહ્યું કે સીએમ નીતિશ કુમારને ખબર નથી કે બિહારમાં શું થઈ રહ્યું છે. પોલીસ ફ્લેગ માર્ચ કરી રહી છે અને અધિકારીઓ ખોટું બોલી રહ્યા છે.

ADVERTISEMENT

ફરી એકવાર જુથ અથડામણ
બીજી તરફ નાલંદા જિલ્લાના બિહારશરીફના પહારપુરા વિસ્તારમાં શનિવારે ફરી એકવાર બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન 12 રાઉન્ડ ફાયરિંગ થતાં વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. ફાયરિંગમાં ત્રણ લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે .

ADVERTISEMENT

6 રાઉન્ડ ફાયરિંગ
પહાડપુરા બાદ કાશી ટાકિયા વિસ્તારમાં પણ બે સમુદાયો વચ્ચે ગોળીબાર થયો છે. લગભગ 6 રાઉન્ડ ફાયરિંગના કારણે વિસ્તારમાં ભયનો માહોલ છે. વિસ્તારમાં શાંતિ જાળવવા માટે મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે. જો નાલંદા પછી સાસારામની વાત કરીએ તો અહીં હિંસાનો ભય એટલો છે કે કેટલાક લોકો પોતાના ઘર છોડીને અન્યત્ર ચાલ્યા ગયા. જો કે, સાસારામ એસપી કહે છે કે શહેરમાં સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે અને આ વિસ્તારમાંથી લોકોના હિજરતના અહેવાલો પાયાવિહોણા છે.

શૈક્ષણિક સંસ્થાઓને 4 એપ્રિલ સુધી બંધ
આ સાથે જ સાસારામમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓને 4 એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શુક્રવારે બપોરે પથ્થરમારો થયો હતો , વાહનો સળગાવી અને લૂંટ પણ ચલાવવામાં આવી હતી . સાસારામમાં કેટલાંક કલાકો સુધી હિંસા ભડકી હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે હિંસા પ્રભાવિત વિસ્તારમાં કલમ-144 લાગુ કરવામાં આવી છે. સાસારામના હિંસાગ્રસ્ત વિસ્તારમાં ઘર છોડીને જતા એક દંપતીએ પોલીસ પ્રશાસનના દાવાઓનો પર્દાફાશ કર્યો. ઘરના વડાએ કહ્યું, “જ્યારે કોઈ અમારી કાળજી લેતું નથી ત્યારે અમે અહીં કેવી રીતે રહી શકીએ?” ઘરોને આગ લગાડવામાં આવી હતી. સામાન બળીને રાખ થઈ ગયો હતો. અમે મદદ માટે આજીજી કરી ત્યારે પોલીસ-પ્રશાસનને કહેવામાં આવ્યું કે પહેલા જીવ બચાવો. જીવન હશે તો ઘરો મળશે. આથી અમે મજબૂરીમાં ઘર છોડી ભાગી રહ્યા છીએ.

કૃષ્ણ નગર વિસ્તારમાં ચૈતી દુર્ગા મૂર્તિના વિસર્જન દરમિયાન, શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, આગચંપી પણ કરવામાં આવી હતી, જેમાં બે મોટરસાઈકલને આગ લગાવવામાં આવી હતી. પથ્થરમારામાં સદર ડીએસપી રાજેન્દ્ર કુમાર દુબે સહિત ત્રણ પોલીસકર્મી ઘાયલ થયા હતા. આ સાથે અન્ય 3 લોકો પણ ઘાયલ થયા છે. પોલીસ-વહીવટી તંત્રએ ચાર્જ સંભાળી લીધો છે અને સ્થિતિ નિયંત્રણમાં છે. ડેપ્યુટી કમિશનર રામનિવાસ યાદવ અને પોલીસ અધિક્ષક ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

    follow whatsapp

    ADVERTISEMENT