PM મોદીએ જનતાના દિલ જીત્યાં, સભામાં મોડા પહોંચતા સ્ટેજ પર લોકો સામે 3 વાર નમન કર્યું…

ADVERTISEMENT

gujarattak
social share
google news

અંબાજીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે મોડી રાત્રે આબુ રોડ ખાતેના કાર્યક્રમ સ્થળ પર પહોંચ્યા હતા. આ દરમિયાન પીએમને જોવા અને સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો ત્યાં એકઠા થયા હતા. ત્યાં પહોંચવામાં વિલંબ થયો હોવા છતાં પીએમએ લોકોને નિરાશ કર્યા નહોતા. વડાપ્રધાને લોકોને કહ્યું મોડો આવ્યો એટલે ક્ષમા કરજો અને ત્રણ વાર નમન કરીને લોકો સામે નમન કર્યું હતું. આ પ્રમાણેની પ્રતિક્રિયા સ્પષ્ટપણે સૂચવે છે કે વડાપ્રધાન મોદી દેશના સર્વોચ્ચ નેતા હોવા છતા એક દમ ડાઉન ટૂ અર્થ છે. ત્યારપછી તેમણે લોકોને શુભેચ્છા પાઠવી અને વિશાળ સભાને સંબોધવા માટે માઈકનો ઉપયોગ પણ કર્યો નહોતો. તેનું કારણ એ છે કે તેઓ રાત્રે 10 વાગ્યા પછી લાઉડસ્પીકરનો ઉપયોગ કરીને કોઈપણ નિયમોનું ઉલ્લંઘન કરવા માંગતા નહોતા.

વડાપ્રધાન મોદીએ કહ્યું મને પહોંચવામાં મોડું થયું, 10 વાગી ગયા છે. મારુ મન કહે છે કે મારે કાયદાનું પાલન કરવું જોઈએ. તેથી હું તમારા બધાની માફી માંગુ છું. હું તમને બધાને ખાતરી આપું છું કે હું ફરીથી અહીં આવીશ અને વ્યાજ સાથે આ પ્રેમનું વળતર આપીશ.

ADVERTISEMENT

પીએમ મોદીએ લોકો સામે 3 વાર નમન કર્યું
પીએમ મોદી આબુ રોડ પર માત્ર 7 મિનિટ રોકાયા હતા. પરંતુ આ દરમિયાન તે મોડા પહોંચ્યા હતા, જેથી લોકો સામે સ્ટેજ પર વડાપ્રધાન મોદી 3 વાર ઘુંટણીયે બેસીને નમન કરવા લાગ્યા હતા. તેમની આ પ્રતિક્રિયા પછી મોદી-મોદીના નારા ગૂંજી ઉઠ્યા હતા. ત્યારપછી તેઓ સ્ટેજ પરથી નીચે ઉતર્યા અને જાહેર જનતાનું અભિવાદન કર્યું હતું. લગભગ 10.25 વાગ્યે પીએમ મોદી ત્યાંથી રવાના થઈ ગયા હતા.

ADVERTISEMENT

  • અગાઉ પીએમ મોદી સભા સ્થળે પહોંચતા જ સમગ્ર પંડાલ મોદી-મોદીના નારાથી ગુંજી ઉઠ્યો હતો.
  • ગુજરાતના અંબાજીની મુલાકાત લીધા બાદ તેઓ રોડ ટ્રીપમાં કારમાં આબુરોડ આવ્યા હતા.
  • લગભગ 21 કિલોમીટરની આ યાત્રામાં પીએમ મોદીને આવકારવા દરેક જગ્યાએ ભાજપ કાર્યકર્તાઓ અને લોકોની ભીડ હાજર હતી.
  • રસ્તાની બંને બાજુ ઉભેલા લોકોએ વડાપ્રધાનનું અભિવાદન કર્યું હતું.

    follow whatsapp

    ADVERTISEMENT