ગુજરાત રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં પણ અવ્વલ! મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યું મોટું નિવેદન

ADVERTISEMENT

gujarattak
social share
google news

નર્મદાઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા નરેન્દ્ર મોદી ગુજરાતના 2 દિવસીય રાજ્યના પ્રવાસે આવ્યા છે. તેવામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રિન્યુએબલ એનર્જી મુદ્દે મોટુ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે આખા દેશમાં સૌથી વધુ સોલર પેનલ જો લાગી હોય તો એ ગુજરાતના ઘરો પર છે. અત્યારે ગુજરાતમાં 4 લાખથી વધુ ઘરોમાં સોલર પેનલ લગાવાઈ છે. આ સ્પષ્ટ સંકેત છે કે ગુજરાત પણ હવે રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં વધુ અગ્રેસર થતું નજરે પડી રહ્યું છે. ઉલ્લેખનીય વડાપ્રધાન મોદીએ ભારતને પાંચ ટ્રિલિયન ડોલર ઈકોનોમી બનાવવાનું મોટું સપનું જોયું છે તેમાં આ રિન્યુએબલ સેક્ટર મહત્ત્વપૂર્ણ ભાગ ભજવી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ગુજરાત અત્યારે રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં પણ અગ્રેસર છે. વડાપ્રધાન મોદીના વિઝન હેઠળ અત્યારે ગુજરાતમાં સૌરઉર્જાના વપરાશને લગતી પહેલ પણ જોરશોરથી ચાલી રહી છે. તેવમાં જો સમગ્ર દેશની વાત કરીએ તો ગુજરાતમાં દેશમાં સૌથી વધુ 4 લાખ ઘરોમાં સોલર પેનલ લગાવાઈ છે. આનાથી સંકેત આપ્યા છે કે આગામી સમયમાં પણ ગુજરાત રિન્યુએબલ એનર્જીમાં અગ્રેસર બની રહેશે.

તેવામાં ગુજરાત સરકાર પણ રિન્યુએબલ એનર્જીને સતત પ્રોત્સાહન આપતી નજરે પડી રહી છે. તેવામાં ગુજરાત રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં ચારણકા સોલાર પાર્ક તથા સોલર રૂફટોપ જેવા વિવિધ પ્રોજેક્ટ્સે અલગ જ દિશા સૂચવી છે. મુખ્યમંત્રીના આ નિવેદનથી સ્પષ્ટપણે ભવિષ્યમાં ગુજરાત પણ રિન્યુએબલ એનર્જી સેક્ટર ક્ષેત્રે ઘણું આગળ વધશે એવા સંકેતો આપ્યા છે. આ અંગે સરકાર દ્વારા પણ સારી પહેલ શરૂ કરાઈ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રિન્યુએબલ એનર્જીની ભવિષ્યમાં ક્ષમતા વધારવા પણ ટકોર કરી ચૂક્યા છે. તેવામાં 2025માં આ 41 ગીગાવોટ તથા 2030 સુધીમાં 66 ગીગાવોટ સુધી ગ્રીન-ક્લીન એનર્જીનું ઉત્પાદન થાય એવું વિઝન રાખ્યું છે. વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ ગ્રીન ક્લીન એનર્જી ઉત્પાદન દ્વારા કાર્બન ઈમીશનનો નિર્ધાર પાર પાડવાનું લક્ષ્યાંક પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દર્શાવ્યું હતું.

ADVERTISEMENT

With Input- નરેન્દ્ર પેપરવાલા

    follow whatsapp

    ADVERTISEMENT