વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હિરાબાની સ્મૃતિમાં આજે પ્રાર્થનાસભા, સાધુ સંતોએ સહિત અનેક લોકોએ આપી શ્રદ્ધાંજલિ

Niket Sanghani

ADVERTISEMENT

gujarattak
social share
google news

વડનગર: આજે વડનગરમાં વડાપ્રધાન મોદીનાં માતા હીરાબાની પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યુંછે.  મોટી સંખ્યામાં  લોકો વડનગરમાં હીરાબાને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. આ સભામાં મોદી પરિવારના સભ્યો, ભાજપના નેતાઓ, સ્થાનિક લોકો ઉપસ્થિત છે. વડનગર ખાતે સ્વ.હીરાબા ની પ્રાર્થનાસભા હોવાથી મોટી સંખ્યામાં લોકો હાજર છે. પ્રાર્થના સભામાં ઉપસ્થિત તમામ લોકોને ભગવત ગીતા આપવામાં આવી

30 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બા નું અવસાન થયું હતું. ત્યારે આજે  વડનગર જવાહર નવોદય વિદ્યાલયના હોલ ખાતે પ્રાર્થનાસભા યોજાઈ છે. સવારે 9 થી 12 કલાક દરમિયાન સભાનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં મોટી સંખ્યામાં વડનગર વાસીઓ અને અન્ય અગ્રણીઓ શ્રદ્ધાંજલિ સભામાં હાજરી આપી રહ્યા છે. પ્રાર્થના સભામાં ઉપસ્થિત તમામ લોકોને ભગવત ગીતા આપવામાં આવી.

PM મોદીની માતા હીરાબા મોદીની પ્રાર્થના સભામાં સંજય જોષી, નરોડાના પુર્વ ધારસભ્ય માયાબેન કોડનાની, ભારતી આશ્રમના ઋષિ ભારતી બાપુ પહોંચ્યા હતા.આ દરમિયાન ભરતી બાપુએ કહ્યું કે આ શોક સભા નહીં પરંતુ શ્લોક સભા છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

તબિયત બગાડતાં કરાયા હતા દાખલ 
હીરાબાની તબિયત અચાનક બગડતાં 28 ડિસેમ્બરે અમદાવાદની યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના મેડિકલ બુલેટિન મુજબ, 100 વર્ષીય હીરાબેન મોદીનું 30 ડિસેમ્બરે સવારે 3:30 વાગ્યે નિધન થયું હતું. પીએમ મોદીએ ગાંધીનગરમાં માતાના અંતિમ સંસ્કાર કર્યા.

વડાપ્રધાન મોદીના ભાઈઓ વિશે માહિતી..
આરોગ્ય વિભાગમાં PM મોદીના મોટા ભાઈ સોમભાઈ કાર્યરત હતા. તેઓ અત્યારે તો નિવૃત્તથઈ ગયા છે. જ્યારે અમદાવાદમાં ચાર રૂમના મકાનમાં રહેતા નરેન્દ્ર મોદીના બીજા મોટા ભાઈનું નામ અમૃતભાઈ મોદી છે. તેઓ ખાનગી કંપનીમાં ફિટર તરીકે કાર્યરત હતા.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT