RSS ના વડા મોહન ભાગવત ફરી આવશે ગુજરાત, GMDC ગ્રાઉન્ડમાં સભાને સંબોધશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતમાં RSS હવે વધુ એકટિવ જોવા મળી રહ્યું છે. હજુ ગઈ કાલે સંત સંમેલન કાર્યક્રમાં RSS ના વડા મોહન ભાગવત હાજર રહ્યા હતા. ત્યારે ફરી એક વાર RSS વડા મોહન ભાગવત ગુજરાત આવશે અને GMDC ગ્રાઉન્ડ પર સંઘ સમાજ શક્તિ સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 15 હજારથી વધુ કાર્યકર્તા ઉપસ્થિત રહી શકે છે.

14 અને15 એપ્રિલે મોહન ભાગવત અમદાવાદની મુલાકાતે આવવાના છે. 14 એપ્રિલે સાંજે GMDC ગ્રાઉન્ડ પર સ્વયંસેવકોને તેઓ સંબોધન કરશે. 15 હજારથી વધુ સ્વયંસેવકો આ કાર્યક્રમમાં હાજર રહેવાના છે. વર્ષ 2015માં મોહન ભાગવતે ગુજરાતની અંદર જંગી જાહેર સભાને સંબોધન કર્યુ હતુ. ત્યાર બાદ આટલા સમયે ફરી એકવાર મોહન ભાગવત સભા સંબોધન કરવા જઇ રહ્યા છે. જોકે વર્ષે 2024ની લોકસભાની ચૂંટણી પહેલા આ સભા રાજકીય રીતે પણ ખૂબ મહત્વની માનવામાં આવશે.

અમિત શાહ સાથે 1 કલાકથી વધુ ચાલી બેઠક
અમદાવાદમાં સંત સંમેલન કાર્યક્રમાં RSS ના વડા મોહન ભાગવત તેમજ ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા. આદરમિયાન મોહન ભાગવત તેમજ ગૃહમંત્રી અમિત શાહ વચ્ચે એક કલાક કરતાં પણ વધુ સમય માટે બેઠક થઈ હતી. બંને વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આગામી કાર્યક્રમોને લઇને ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી.

ADVERTISEMENT

આ પણ વાંચો: બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની મુશ્કેલીમાં વધારો, મુંબઈમાં ફરિયાદ દાખલ

હિન્દુ ધર્મ આયાર્ય સભા મળી હતી
અમદાવાદના શિવાનંદ આશ્રમ ખાતે હિન્દુ ધર્મ આયાર્ય સભાનું બે દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય સંયમ સેવક સંઘ ના મોહન ભાગવત પણ હાજર રહ્યા હતા. આ સભામાં જેમાં હિન્દુ પરંપરાઓ અંગે આવી સભા અને ચર્ચા કરવામાં આવી હતી. જોકે આ સભા દર વર્ષે મળે છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT