Rohan Gupta ટુંક સમયમાં ભાજપમાં જોડાશે, કોંગ્રેસે કહ્યું પાર્ટી છોડી એનો અમને હરખ છે

ADVERTISEMENT

Congress Celebrate Rohan Gupta's Resign
કોંગ્રેસ રાજીનામાની ઉજવણી કરશે
social share
google news

અમદાવાદ : કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રોહન ગુપ્તાએ રાજીનામું આપતા અનેક ચર્ચાઓ શરૂ થઇ છે. રોહન ગુપ્તાએ એક રાષ્ટ્રીય અને એક ગુજરાત કક્ષાના નેતા પર ગંભીર આક્ષેપો સાથે પોતાનું રાજીનામું આપી દીધું છે. જો કે આ અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું કે, રોહન ગુપ્તાએ કોંગ્રેસ સાથે વિશ્વાસઘાત કર્યો છે. તેમના વ્યવહાર અંગે કોંગ્રેસ પક્ષ પહેલાથી જ જાણતું હતું. 

રોહન ગુપ્તા કોંગ્રેસમાં રહીને વાતો બીજી પાર્ટીને પહોંચાડતા હતા

મનીષ દોશીએ વધારેમાં જણાવ્યું કે, કોંગ્રેસે રોહન ગુપ્તાના નામની જાહેરાત કરી હતી તેમને ટિકિટ આપી નહોતી. દોશીએ કહ્યું કે, તેઓ પક્ષની બેઠકમાં ઘડાતી રણનીતિ, સ્લોગનથી માંડીને દરેક બાબત બહાર પહોંચાડતા હતા. તેમણે કોંગ્રેસ સાથે વિશ્વાસઘાત કર્યો છે. સ્ક્રિપ્ટ અનુસાર જ રોહન ગુપ્તાએ રાજીનામું આપ્યું છે. તેમના વ્યવહાર અંગે કોંગ્રેસ પક્ષ પહેલાથી જાણતો હતો. ગુપ્તાએ રાજીનામું આપ્યું તે કોંગ્રેસ પક્ષ માટે ખુબ જ સારા સમાચાર છે. 

કોંગ્રેસે લાંબા સમયથી તેને કોરાણે મુક્યા હતા

રોહન ગુપ્તાએ કોંગ્રેસ પર કરેલા આક્ષેપો તદ્દન વાહિયાત અને પાયાવિહોણા છે. ત્રણ વર્ષથી કોંગ્રેસે તેમને સાઇડ લાઇન કર્યા હતા. રાજ્યસભાની ચૂંટણીમાં રોહન ગુપ્તાએ બેંગ્લોર જવાની વાત લીક કરી હતી. કોંગ્રેસને પહેલાથી જ ખબર હતી કે તેઓ જવાના છે. 

આ પણ વાંચો

ADVERTISEMENT

અમરા કાર્યકરોમાં રોહન ગુપ્તાના ગયા પછી ભારે હરખ છે

મનીશ દોશીએ કહ્યો કે, ગુપ્તા ગયા તેનો એટલો હરખ છે કે અમારા કાર્યકરો ફટાકડા ફોડે તો પણ નવાઇ નહી. કોંગ્રેસનો ઉપયોગ કરીને પદ પ્રતિષ્ઠા મેળવ્યા બાદ હવે પિતાના તબિયતનું બહાનું બનાવીને તેઓએ રાજીનામું આપી દીધું છે. રાષ્ટ્રીય સ્તરે તેમના વિશે અમને વિગતો મળી હતી. અમે રોહન ગુપ્તાને લાંબા સમયથી પાર્ટીની વાતોથી દુર રાખતા હતા. ટુંક સમયમાં જ તેઓ ભાજપમાં જોડાશે. 

    follow whatsapp

    ADVERTISEMENT