કોંગ્રેસમાં વધુ એક વિકેટ પડી! રોહન ગુપ્તાનું પાર્ટીમાં તમામ પદો પરથી રાજીનામું, શું હવે BJPમાં જોડાશે?
Rohan Gupta Resigns: લોકસભા ચૂંટણી (Lok Sabha Election) પહેલા કોંગ્રેસને (Congress) વધુ એક ઝટકો લાગ્યો છે. અમદાવાદ પૂર્વ બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાએ (Rohan Gupta) કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.
ADVERTISEMENT
Rohan Gupta Resigns: લોકસભા ચૂંટણી (Lok Sabha Election) પહેલા કોંગ્રેસને (Congress) વધુ એક ઝટકો લાગ્યો છે. અમદાવાદ પૂર્વ બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાએ (Rohan Gupta) પહેલા ચૂંટણી લડવાની ના પાડી દીધી. હવે તેમણે 15 વર્ષ બાદ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. સોશિયલ મીડિયા X પર તેમણે કોંગ્રેસ પ્રેસિડેન્ટ મલ્લિકાર્જુન ખડગેને સંબોધીને રાજીનામાનો પત્ર મૂક્યો છે. આ સાથે જ તેમણે કોંગ્રેસના જ કેટલાક નેતાઓ પર ગંભીર આરોપો લગાવ્યા છે.
જે બાદ હવે સવાલો ઉઠી રહ્યા છે કે શું અન્ય કોંગ્રેસના નેતાઓની જેમ રોહન ગુપ્તા પણ આગામી સમયમાં ભાજપમાં જોડાઈ જશે?
'મારા પિતાના આંસું રોકાઈ રહ્યા નથી'
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મોકલવામાં આવેલા રાજીનામાના પત્રમાં રોહન ગુપ્તાએ લખ્યું છે કે, હું છેલ્લા ત્રણ દિવસથી મારા પિતાની ખરાબ તબિયતની સમસ્યાથી ઝઝૂમી રહ્યો છું. કોંગ્રેસ પાર્ટીને 40 વર્ષ આપનાર મારા પિતા સાથે કેવા પ્રકારનું વર્તન કરવામાં આવ્યું. તેમણે તેનું વર્ણન કર્યું છે. તેમના આંસુ રોકાતા નથી. રોહન ગુપ્તાએ લખ્યું છે કે, હું કોંગ્રેસમાં રહીને મારા પિતાની જેમ પોતાના નેતાઓના વિશ્વાસઘાતની કિંમત ચૂકવવા માંગતો નથી.
ADVERTISEMENT
15 વર્ષ પાર્ટીની સેવા બાદ હું હવે કામ કરવા નથી માગતો
રોહન ગુપ્તાએ લખ્યું છે કે મારા પિતાએ મને કહ્યું છે કે જેમણે કાવતરું ઘડ્યું અને દગો કર્યો તે કેવી રીતે બચી ગયા. રોહાન ગુપ્તાને અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પરત કરવા બદલ ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. રોહન ગુપ્તાએ પોતાના રાજીનામામાં પણ આ વાતનો ઉલ્લેખ કર્યો છે. ગુપ્તાએ લખ્યું છે કે, તેમનો ઉમેદવારી પાછી ખેંચવી એ ખૂબ જ મુશ્કેલ નિર્ણય હતો. પાર્ટીના કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ સાથે જોડાયેલા નેતા દ્વારા સતત અપમાન અને ચારિત્ર્યની હત્યાના કારણે હવે હું બીજો સૌથી મુશ્કેલ નિર્ણય લઈ રહ્યો છું. રોહન ગુપ્તાએ લખ્યું છે કે છેલ્લા 15 વર્ષથી પાર્ટીની સેવા કર્યા બાદ હું આગળ કામ કરવા માંગતો નથી. તેથી, હું પ્રાથમિક સભ્યપદ સાથે તમામ પદ છોડી રહ્યો છું.
પાર્ટીના સીનિયર નેતા પર લગાવ્યા ગંભીર આરોપ
રાજીનામું સ્વીકારવાની વિનંતી કરતાં રોહન ગુપ્તાએ લખ્યું છે કે છેલ્લા બે વર્ષથી તે વ્યક્તિએ મારું અપમાન કર્યું છે. તે છેલ્લા ત્રણ દિવસથી આ કામ કરી રહ્યા છે, મને ખાતરી છે કે તે ભવિષ્યમાં પણ આવું કરવાથી બચશે નહીં. તેને કોઈ રોકી શકશે નહીં, પરંતુ હું મારા આત્મસન્માનને વધુ મારવા તૈયાર નથી. તૂટેલા હૃદય સાથે મેં રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. મારા આત્મસન્માનનું રક્ષણ કરવું ખૂબ જ મુશ્કેલ છે પરંતુ જરૂરી છે. હવે મારી નૈતિકતા મને પાર્ટીમાં રહેવા દેતી નથી. તે નેતાએ પોતાના અહંકારી અને અસભ્ય વર્તનથી પાર્ટીને પણ નુકસાન પહોંચાડ્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT