Salman Khan ના ઘર પર ફાયરિંગની તપાસનો રેલો છેક ગુજરાત પહોંચ્યો, ભુજથી 2 શૂટર્સની ધરપકડ

ADVERTISEMENT

Salman Khan House Firing Case
સલમાનના ઘરે ફાયરિંગ કરનારા શૂટર્સ ભુજથી ઝબ્બે
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

સલમાન ખાનના ઘરે ફાયરિંગનો મામલો

point

બંને આરોપીઓની ભુજમાં કરાઈ ધરપકડ

point

બંને આરોપીઓને મુંબઈથી લાવાશે

Salman Khan House Firing Case: સલમાન ખાનના ઘરે ફાયરિંગ કરનાર બંને આરોપીઓની પશ્ચિમ કચ્છ ક્રાઈમ બ્રાન્ચે  ભુજમાંથી ધરપકડ કરી છે. આજે બંને આરોપીઓને મુંબઈ લઈ જવામાં આવી શકે છે. બંને આરોપીઓ બિહારના પશ્ચિમ ચંપારણના રહેવાસી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. બંને આરોપીઓનું નામ સાગર પાલ અને વિકી સાહેબ ગુપ્તા છે. પ્રારંભિક પૂછપરછમાં જે સામે આવ્યું છે તે મુજબ સાગરે સલમાનના ઘર પર ફાયરિંગ કર્યું હતું. 

કચ્છ પોલીસે કરી ધરપકડ

ભુજ પોલીસે એક અખબારી યાદી બહાર પાડીને જણાવ્યું કે, "પશ્ચિમ કચ્છ પોલીસે લોરેન્સ બિશ્નોઈ ગેંગના બે આરોપીઓની ધરપકડ કરી છે, જેમણે 14 એપ્રિલે અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કર્યું હતું. બંને આરોપીઓની ઓળખ વિકી ગુપ્તા (24) અને સાગર પાલ (21) તરીકે થઈ છે, જેઓ બિહારના છે.

આ પણ વાંચોઃ Salman Khan ના ઘરની બહાર ફાયરિંગથી હડકંપ, પોલીસ તંત્ર થયું દોડતું; વધારાઈ અભિનેતાની સુરક્ષા

 

ADVERTISEMENT

4 વખત કરી હતી રેકી

પોલીસની તપાસમાં ખુલાસો થયો છે કે, સલમાનના ઘર પર ફાયરિંગ કરવાનું કાવતરું પહેલેથી જ ઘડવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને હુમલાખોરો છેલ્લા એક મહિનાથી પનવેલમાં રહેતા હતા અને રાધાકૃષ્ણ એપાર્ટમેન્ટ હરિગ્રામ વિસ્તારમાં એક ફ્લેટ આરોપીઓએ ભાડે લીધો હતો. ષડયંત્રને અંજામ આપવા માટે હુમલાખોરોએ ચાર વખત સલમાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની રેકી કરી હતી.

આ પણ વાંચોઃ Salman Khan ના ઘરની બહાર ફાયરિંગ કરનારા હુમલાખોરોની તસવીર આવી સામે, પોલીસે શોધખોળ તેજ બનાવી

 

ADVERTISEMENT

સેકન્ડમાં ખરીદી હતી બાઈક

આ પછી બંને આરોપી વિકી અને સાગર રવિવારે વહેલી સવારે બાઈક પર બાંદ્રાના ગેલેક્સી એપાર્ટમેન્ટની સામે પહોંચ્યા હતા. જે બાદ ફાયરિંગ કરીને નાસી છૂટ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર ફાયરિંગમાં વપરાયેલી બાઈક રાયગઢથી સેકન્ડ હેન્ડ ખરીદવામાં આવી હતી.

ADVERTISEMENT


વિસ્તારના જાણકાર હતા શૂટર્સ


સલમાનના ઘર પર ફાયરિંગ કરનારપા હુમલાખોરો આ વિસ્તારના જાણકાર હતા. આનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેમણે બચવા માટે ઘણા રસ્તાઓનો ઉપયોગ કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, ફાયરિંગ પછી બંને આરોપીઓ બાઇક પર બાન્દ્રાના માઉન્ટ મેરી ચર્ચ પહોંચ્યા અને ત્યાં તેમની બાઇક છોડી દીધી અને પછી ચાલીને થોડે દૂર ગયા. આ પછી આરોપીઓ ઓટોરિક્ષામાં બાંદ્રા રેલ્વે સ્ટેશન પહોંચ્યા અને ત્યારબાદ બંને આરોપી બોરીવલી તરફ જતી ટ્રેનમાં ચડી અને સાંતાક્રુઝ રેલ્વે સ્ટેશન પર ઉતરીને બહાર નીકળી ગયા. પોલીસને આ સંપૂર્ણ માહિતી સીસીટીવી ફૂટેજ પરથી મળી છે. પોલીસે જ્યારે આ તમામ જગ્યાઓના સીસીટીવી તપાસ્યા તો આ જગ્યાઓના ફૂટેજમાં આરોપીઓ જોવા મળ્યા, ત્યારબાદ પોલીસે આગળના ફૂટેજ પણ સ્કેન કરવાનું શરૂ કર્યું.

પોલીસને મળ્યા હતા સીસીટીવી ફૂટેજ

પોલીસને જે સીસીટીવી ફૂટેજ મળ્યા હતા, તેમાં આરોપીનો ચહેરો સ્પષ્ટ દેખાતો હતો. આ ફોટો ગુરુગ્રામના ગેંગસ્ટર વિશાલ ઉર્ફે કાલુનો હોવાનું કહેવાય છે, જે ગેંગસ્ટર રોહિત ગોદારા માટે કામ કરે છે, જેણે તાજેતરમાં રોહતકમાં એક બુકીની હત્યા કરી હતી.

ટ્રેનમાં પહોંચ્યા કચ્છ

લોકેશન ટ્રેક કરતાં જાણવા મળ્યું કે બંને આરોપીઓ સાંતાક્રુઝથી ગુજરાતની ટ્રેનમાં બેસી ગયા, તેઓ મુંબઈથી 850 કિલોમીટર દૂર ગુજરાતના ભુજ પહોંચ્યા બાદ અંડરગ્રાઉન્ડ થઈ ગયા. પશ્ચિમ કચ્છ ક્રાઈમ બ્રાન્ચને આ અંગેની જાણ થતાં જ તેમણે તાત્કાલિક દરોડો પાડી વિકી અને સાગરની ધરપકડ કરી હતી.


 

    follow whatsapp

    ADVERTISEMENT