પદ્મિનીબા વાળાની તબિયત લથડી, AIIMS હોસ્પિટલમાં કરાયા દાખલ; 14 દિવસના ઉપવાસ બાદ કર્યા પારણા

ADVERTISEMENT

Rajkot News
પદ્મિનીબા વાળાની તબિયત લથડી
social share
google news

Rajkot News: રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ ફાટી નીકળેલો ક્ષત્રિયોનો રોષ યથાવત્ છે. સમાધાન માટે કરવામાં આવેલા અનેક પ્રયાસો નિષ્ફળ નિવળ્યા છે. ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે છે. આ વચ્ચે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ્દની માંગ સાથે છેલ્લા 14 દિવસથી ઉપવાસ પર રહેલા ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાની તબિયત લથડી છે. 

આગેવાનોની સમજાવટ બાદ કર્યા પારણા

પદ્મિનીબા વાળાની તબિયત બગડતાં તેમને AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેઓની સારવાર ચાલી રહી છે. પદ્મિની બા વાળાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાના સમાચાર મળતા જ સમાજના આગેવાનો હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે. માહિતી મુજબ, તબિયત બગડતાં રાજપૂત સમાજના આગેવાનોની સમજાવટ બાદ તેમણે પારણા કર્યા છે. સાધુ-સંતો દ્વારા પદ્મિની બા વાળાને પારણાં કરાવવામાં આવ્યા છે.

14 દિવસના ઉપવાસ બાદ કર્યા પારણા

પરસોત્તમ રૂપાલા વિવાદ (Parshottam Rupala dispute) મામલે પદ્મિનીબા વાળાએ અન્નનો ત્યાગ કર્યો હતો. પદ્મિનીબા વાળાની (Padmini Ba Vala) તબિયત અચાનક બગડતાં તેમને AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અંગેની જાણ થતાં જ સમાજના આગેવાનો અને ક્ષત્રિય સમાજના લોકો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને પારણા કરવા માટે સમજાવવામાં આવ્યા હતા. અગ્રણીઓ અને સાધુ-સંતોની સમજાવટ બાદ પદ્મિનીબા વાળાએ 14 દિવસના ઉપવાસ બાદ પારણા કર્યા હતા. હાલ  પદ્મિની બા વાળાની તબિયત સારી હોવાની માહિતી પણ મળી છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

ઈનપુટઃ રોનક મજીઠિયા, રાજકોટ

    follow whatsapp

    ADVERTISEMENT