જયેશ રાદડિયાનો દબદબો યથાવત્! ઈફ્કોની ચૂંટણીમાં ભાજપના બિપીન પટેલને હરાવ્યા
IFFCO Elections: સહકારી ક્ષેત્રની સૌથી મોટી સંસ્થા ઇફ્કોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં જયેશ રાદડિયાની શાનદાર જીત થઈ છે. જયેશ રાદડિયાએ બિપીન પટેલને હરાવ્યા છે. બિપીન પટેલ સામે જયેશ રાદડિયાની મહાજીત થઈ છે.
ADVERTISEMENT
IFFCO Elections: સહકારી ક્ષેત્રની સૌથી મોટી સંસ્થા ઈફ્કોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં જયેશ રાદડિયાની શાનદાર જીત થઈ છે. જયેશ રાદડિયાએ ભાજપના સત્તાવાર ઉમેદવાર બિપીન પટેલને હરાવ્યા છે. જયેશ રાદડિયાને 180માંથી 114 મત મળ્યા છે. તો ભાજપનો મેન્ડેટ હોવા છતાં બિપીન ગોતા (બિપીન પટેલ)ને માત્ર 66 મત મળ્યા છે. આપને જણાવી દઈએ કે, જયેશ રાદડિયા ભાજપના મેન્ડેનટ વિરુદ્ધ ચૂંટણી લડ્યા અને જીત્યા છે.
બિપીન ગોતાએ ભર્યું હતું ઉમેદવારી ફોર્મ
ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કો-ઓપરેટિવ લિમિટેડ (ઇફ્ફકો)ના ડિરેક્ટર પદ માટે ભાજપના સહકારી સેલના પ્રદેશ પ્રમુખ અને અમિત શાહની નજીકના ગણાતા બિપીન ગોતાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ભાજપના મેન્ડેટ પર ચૂંટણી લડતા બિપીન પટેલ સામે ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડિયાએ પાર્ટીના મેન્ડેટની ઉપરવટ જઇ પોતાની દાવેદારી કરી હતી.
રાદડિયા અને બિપીન વચ્ચે ખેલાયો સીધો જંગ
તો પંકજ પટેલે ઉમેદવારી પાછી ખેંચીને બિપીન પટેલને ટેકો જાહેર કર્યો હતો. પંકજ પટેલે ઉમેદવારી પાછી ખેંચતા જયેશ રાદડિયા અને બિપીન ગોતા ઉર્ફે બિપીન પટેલ વચ્ચે સીધો જંગ હતો. ચૂંટણી જીતવા ઉમેદવારોએ એડીચોટીનું જોર લગાવી દીધું હતું.
ADVERTISEMENT
180 મતદારોએ કર્યું હતું મતદાન
આજે ઈક્કોના ડિરેક્ટર પદની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ઈફકોના ગુજરાતના કુલ 182 મતદારોમાંથી 180એ મતદાન કર્યું હતું. આ 180 મતમાંથી જયેશ રાદડિયાને 114 મત મળ્યા હતા. જ્યારે તેમના નજીકના હરિફ બિપિન ગોતાને 66 મત જ મળ્યા હતા.
ADVERTISEMENT