જૂનાગઢથી લઈને સોમનાથ સુધી, મહાશિવરાત્રિ પર 'હર હર મહાદેવ'ના નાદથી ગૂંજી ઉઠ્યા શિવ મંદિરો

ADVERTISEMENT

mahashivratri
mahashivratri
social share
google news

Maha Shivratri: આજે દેશભરમાં મહાશિવરાત્રિના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં પણ સવારથી ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે અને મહાદેવના દર્શન કરવા માટે લાંબી લાઈનો લાગી હતી. જૂનાગઢમાં પણ ભવનાથ મંદિરમાં સંતો-ભક્તો ઉમટ્યા હતા. હર હર મહાદેવના નાદ સાથે વાતાવરણ શિવમય બન્યું હતું.

સોમનાથમાં મહાદેવની ખાસ પૂજા

મહાશિવરાત્રિના પર્વને લઈને સોમનાથ મંદિરમાં ધર્મોત્સવનું આયોજન કરાયું છે. શિવરાત્રિને લઈને ચાર પ્રહરની મહાપૂજા મહાઆરતી સાથે કરવામાં આવી હતી. ધ્વજા અને પાલખી પૂજા બાદ પાલખીયાત્રા નીકળશે. વહેલી સવારે 4 વાગ્યે ભક્તો મંદિરમાં દર્શન માટે ઉમટ્યા હતા. સોમનાથ મહાદેવને પણ અલૌકિક શણગાર કરવામાં આવ્યો હતો. 

ભવનાથ મંદિરમાં સાધુ-સંતો અને ભક્તો ઉમટ્યા

જૂનાગઢમાં મહાશિવરાત્રીનો તહેવાર ખૂબ જ વિશેષ છે. પુરાણોમાં મુજબ ભવનાથ મંદિરમાં શિવ અને પાર્વતીના વિવાહ થયા હતા, તેથી જ મહાશિવરાત્રીના દિવસે અહીં ભક્તોની ભીડ હોય છે. એક દિવસમાં લાખો લોકો ભવનાથ મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. આજે અહીં પાંચ પ્રહર પૂજા થશે અને લાખો ભક્તો આ દર્શન કરવા આવશે. સાંજની આરતી બાદ ભગવાન દત્તાત્રેય, ગાયત્રી દેવી અને ગણેશની પાલખીનું પૂજન કરવામાં આવશે અને ત્યારબાદ શાહી શોભાયાત્રાનો પ્રારંભ થશે જેમાં નાગસાધુઓ શિવના રૂપમાં સજ્જ થઈને વિવિધ કરતબો કરતા નીકળશે. આવું માત્ર મહાશિવરાત્રીના તહેવાર પર જ થાય છે. નાગસાધુ સરઘસના રૂપમાં નીકળે છે. ત્યાર બાદ નાગસાધુઓની શોભાયાત્રા ભવનાથ મંદિરે આવશે અને અખાડાના તમામ સાધુઓ મૃગી કુંડમાં શાહી સ્નાન કરશે. એવું માનવામાં આવે છે કે આ નાગસાધુઓ પાસે શિવનું સ્વરૂપ છે અને મૃગી કુંડમાંથી ગાયબ થઈ ગયેલા દેવી-દેવતાઓનું સ્વરૂપ પણ છે.

ADVERTISEMENT

ઉજ્જૈનમાં પણ મહાશિવરાત્રિના પર્વએ મહાકાલેશ્વરની ભસ્મ આરતી કરવામાં આવી હતી. 

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT