CM ભૂપેન્દ્ર પટેલે 'Women's Day' પર મહિલા MLA ઓને આપી ભેટ, હવે આ કામ માટે મળશે વધારાની ગ્રાન્ટ
Chief Minister Bhupendra Patel's special gift to women MLA: ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા આજે વિશ્વ મહિલા દિવસના અવસરે મહિલા ધારાસભ્યોને વિશેષ ભેટ આપી છે. મહિલા ધારાસભ્યોને તેમના મત વિસ્તારમાં આ વર્ષે રોડ-રસ્તાના કામો માટે સવા કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ ફળવા અંગે મુખ્યમંત્રીએ મોટો નિર્ણય લીધો છે.
ADVERTISEMENT

મહિલા ધારાસભ્યોને વિશેષ ભેટ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ મહિલા દિવસ અવસરે રાજ્યના મહિલા ધારાસભ્યોને વિશેષ ભેટ આપી છે.
મુખ્યમંત્રીએ ધારાસભ્યોને લોકહિતનાં કામો માટે મળતી નિયમિત ગ્રાન્ટમાં 2024 -25 ના વર્ષ માટે મહિલા ધારાસભ્યોને સવા કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કર્યો છે.
LPG સિલિન્ડરની કિંમતોમાં 100 રૂપિયાનો ઘટાડો
આ સિવાય વિશ્વ મહિલા દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મોટી જાહેરાત કરી હતી. આ અંતર્ગત LPG સિલિન્ડરની કિંમતોમાં 100 રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પર એક પોસ્ટમાં આ અંગેની જાણકારી આપતા લખ્યું કે આનાથી નારી શક્તિનું જીવન સરળ બનશે, સાથે જ કરોડો પરિવારોનો આર્થિક બોજ પણ ઘટશે.
ADVERTISEMENT
ADVERTISEMENT