ગુજરાતમાં આજે ક્યાં પડશે વરસાદ? કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગની આગાહી

ADVERTISEMENT

 Gujarat Weather Update
Gujarat Weather Update
social share
google news

Gujarat Weather Update: ગુજરાતમાં ગઈકાલે અચાનક જ હવામાનનો મિજાજ બદલાતાં અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડ્યો હતો. જોકે, આ સામાન્ય વરસાદથી અન્નદાતાઓ ચિંતામાં મુકાઈ ગયા હતા. સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા ગુજરાતમાં ભરઉનાળે વાદળા બંધાયાં હતા અને ભારે ગરમીના પ્રકોપ વચ્ચે હળવો વરસાદ પડ્યો હતો. આ વચ્ચે હવે હવામાન વિભાગે આજે પણ કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરી છે. 

આજે ક્યાં વિસ્તારોમાં વરસાદની શક્યતા?

અમદાવાદ હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના જણાવ્યા અનુસાર, આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠાની શક્યતાઓ છે. આજે તાપી, નર્મદા, સુરત, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં હળવા  વરસાદની આગાહી છે. 

આ પણ વાંચોઃ Gujarat Weather: ભરઉનાળે ગુજરાતમાં માવઠું, અનેક વિસ્તારમાં વરસાદ પડતા ધરતીપુત્ર ચિંતાતૂર

 

ADVERTISEMENT

વરસાદના કારણે તાપમાનમાં થયો ઘટાડો

તેઓએ જણાવ્યું કે, ગુજરાતના તાપમાનમાં ઘટાડો થવાને કારણે લોકોને ગરમીથી રાહત  મળી છે. અમદાવાદમાં એક જ દિવસમાં  1.6 તો ગાંધીનગરમાં 2 ડિગ્રીનો ઘટાડો થયો છે. આજે અમદાવાદમાં તાપમાન  39.7 ડિગ્રી નોંધાયું છે. તો ગાંધીનગરમાં તાપમાન 39 ડિગ્રી નોંધાયું છે. આજે સૌથી વધુ રાજકોટમાં 40.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગઈકાલે પડેલા હળવા વરસાદને લઈને તેઓએ કહ્યું કે, પાછલા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 4 મિમિ વરસાદ નર્મદામાં નોંધાયું છે. 

આ પણ વાંચોઃ આંધી, તોફાન, માવઠું...અંબાલાલ પટેલની ભરઉનાળે ભૂક્કા બોલાવે તેવી આગાહી


10થી 14 મે દરમિયાન વરસાદની આગાહી

ADVERTISEMENT

હવામાન નિષ્ણાંતોએ જણાવ્યું છે કે, બંગાળના ઉપસાગરનો ભેજ અને અરબ સાગરના ભેજના કારણે રાજ્યમાં પ્રી-મોન્સુન એક્ટિવિટીની શરૂઆત થઈ ગઈ છે. પ્રી-મોન્સૂન એક્ટિવિટી પછી ગુજરાતની પ્રજાને કાળઝાળ ગરમી દઝાડશે. આગામી 10થી 14 મે દરમિયાન ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આંધી-વંટોળ સાથે વરસાદ વરસી શકે છે. 

ADVERTISEMENT

'20 મે પછી ગરમીમાં ભારે વધારો થશે'

આ દિવસોમાં હવામાનમાં પલટો આવ્યા બાદ 20 મે પછી ગરમીમાં ભારે વધારો થશે તેવું હવામાન નિષ્ણાંતોએ જણાવ્યું છે. તો ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં તો તાપમાન 44 ડિગ્રી સુધી જવાની શક્યતા રહેલી છે. 

    follow whatsapp

    ADVERTISEMENT