આંધી, તોફાન, માવઠું...અંબાલાલ પટેલની ભરઉનાળે ભૂક્કા બોલાવે તેવી આગાહી

ADVERTISEMENT

Predictions of Ambalal Patel
અંબાલાલ પટેલની આગાહી
social share
google news

Predictions of Ambalal Patel: અગાઉ ગુજરાતમાં ગરમી અને માવઠાનો રાઉન્ડ જોવા મળ્યો હતો. હવે કેટલાક હવામાન નિષ્ણાંતોએ આજથી રાજ્યમાં તાપમાન ઊચું જવાની શક્યતા વ્યક્ત કરીને હીટવેવનો એક રાઉન્ડ આવવાની સંભાવના દર્શાવી છે. આની સાથે આ હવામાન નિષ્ણાતોએ વરસાદનું હળવું માવઠું થવાની પણ આગાહી કરી છે. આ વચ્ચે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. 

'ગુજરાતના તાપમાનમાં વધારો થશે'

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ગુજરાતમાં આગામી દિવસોમાં તાપમાનમાં વધારો જોવા મળશે. આગામી 28-29 એપ્રિલે વડોદરા અને આણંદમાં તાપમાન 42 ડિગ્રીને વટાવી જશે. વડોદરા અને આણંદમાં 44 ડિગ્રી સુધી તાપમાન નોંધાઈ શકે છે. તો આ દરમિયાન ગાંધીનગર અને અમદાવાદમાં પણ તાપમાનમાં વધારો થશે. 

આ પણ વાંચોઃ કામનો સ્ટ્રેસ કે પારિવારિક કારણ? રાજકોટના મવડી પોલીસ હેડ ક્વાર્ટરથી કોન્સ્ટેબલે લગાવી મોતની છલાંગ

 

આ પણ વાંચો

ADVERTISEMENT

મે મહિનામાં થઈ શકે છે વરસાદઃ અંબાલાલ પટેલ

તેઓએ જણાવ્યું કે, મેં મહિનામાં રાજ્યના કેટલાક ભાગમાં 45 ડિગ્રી સુધી તાપમાન જોવા મળશે. સાથે દેશના કેટલાક ભાગોમાં પ્રી-મોન્સુન એક્ટિવિટી પણ થશે.   અંબાલાલ પટેલે 10થી 14 મે દરમિયાન આંધી-વંટોળ સાથે કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરી છે. અરબ સાગરમાં 8 જૂનની આસપાસ સમુદ્રમાં હલચલ જોવા મળશે.

આ પણ વાંચોઃ ભાજપ સામે મેદાનમાં ઉતર્યા રવિન્દ્રસિંહ જાડેજાના બહેન નયનાબા, કહ્યું- અમે BJP વિરુદ્ધ કરાવીશું મતદાન

 

ADVERTISEMENT

અપ્રિલમાં પણ કરાઈ હતી માવઠાની આગાહી

આપને જણાવી દઈએ કે, અગાઉ એપ્રિલના અંતમાં મોટા ઝાપટાંની શક્યતા હતી, પરંતુ તે ટળી ગઈ છે, કારણ કે ઉત્તર ભારત પરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું હતું, તે વધુ ઉત્તર તરફ ખસ્યું હોવાથી સ્થિતિ બદલાઈ છે, જેના કારણે ગુજરાતના માથા પરથી મોટા માવઠાની આફત દૂર થઈ છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT