Breaking News: ગુજરાતની રાજનીતિમાં વધુ એક ભૂંકપની તૈયારી! Mahesh Vasava માટે તખ્તો તૈયાર

ADVERTISEMENT

મહેશ વસાવાનો પણ ભાજપમાં જોડાવાનો તખ્તો તૈયાર
Mahesh Vasava may join bjp
social share
google news

Lok Sabha Election 2024: ગુજરાત લોકસભાની તમામ બેઠકો પર જીત મેળવવા માટે ભાજપ તડામાર તૈયારી કરી રહ્યું છે. ભાજપનું 'ઓપરેશન લોટ્સ' એવી રીતે ખીલ્યું છે કે તેને લગભગ કોંગ્રેસને ખાલી કરી નાખ્યું હોય તે પ્રકારનો માહોલ સર્જાયો છે. કારણ કે એક બાદ એક કાલે ત્રણ ઝટકાઓ કોંગ્રેસને લાગ્યા બાદ હવે ભાજપની નજર આદિવાસી પટ્ટા પર છે. ત્યારે ચૂંટણી પહેલા મહેશ વસાવાનો પણ ભાજપમાં જોડાવાનો તખ્તો તૈયાર કરવામાં આવી રહ્યો છે. 

મહેશ વસાવાનો પણ ભાજપમાં જોડાવાનો તખ્તો તૈયાર

ભરૂચ જીલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયાએ મહેશ વસાવા સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં ભરૂચ પરથી લોકસભાની સાતમી વખત ટિકિટ મેળવનાર ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા પણ જોડાયા હતા. આ બેઠકમાં આગામી દિવસોમાં થનાર કાર્યક્રમો અંગે ચર્ચા થઈ હતી. BTP ના  અધ્યક્ષ મહેશ વસાવા જેઓ છોટુ વસાવાનાં પુત્ર છે. તે થોડા સમયમાં મોટી સંખ્યામાં કાર્યકરો સાથે કેસરિયો કરશે. 

મહેશ વસાવાએ સી.આર.પાટીલ સાથે મુલાકાત કરી હતી

થોડા દિવસો પહેલા જ દેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને 𝗕.𝗧.𝗣 ના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાએ સી.આર પાટીલ સાથે મુલાકાત કરી હતી. આજે મહેશ છોટુભાઈ વસાવાએ તેમની ટીમની સાથે સુરત ખાતે સી.આર પાટીલ સાથે મુલાકાત કરી હતી. 

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT