Bharuch News: વિદેશમાં રોજી રોટી માટે ગયેલા ભરૂચના યુવકનું હાર્ટ એટેકથી મોત, સ્ટોરમાં ગ્રાહકોની સામે જ ઢળી પડ્યો
Bharuch News: ગુજરાતમાં હાર્ટ એટેકના વધી રહેલા બનાવોએ લોકોમાં ચિંતા ઊભી કરી છે. મેદાનમાં કે જમતા સમયે હાર્ટ એટેકથી નાની ઉંમરે જ લોકો મૃત્યુ પામી…
ADVERTISEMENT
Bharuch News: ગુજરાતમાં હાર્ટ એટેકના વધી રહેલા બનાવોએ લોકોમાં ચિંતા ઊભી કરી છે. મેદાનમાં કે જમતા સમયે હાર્ટ એટેકથી નાની ઉંમરે જ લોકો મૃત્યુ પામી રહ્યા છે, જેનાથી સૌ કોઈ ચિંતિત છે. આ વચ્ચે વિદેશમાં પણ આ પ્રકારના કિસ્સા વધી રહ્યા છે. આફ્રિકામાં ગુજરાતી યુવકનું એકાએક હાર્ટ એટેકથી કરુણ મોત થયું છે. જેની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
સ્ટોરમાં કામ કરતા કરતા હાર્ટ એટેક આવ્યો
મીડિયા વિગતો મુજબ, આફ્રિકાના વેન્ડા શહેરમાં રોજી રોટી કમાવવા માટે સ્થાયી થયેલા ભરૂચના યુવકને હાર્ટ એટેક આવ્યો હતો. યુવક સ્ટોરમાં નોકરી કરી રહ્યો હતો. આ સમયે કેટલાક ગ્રાહકો પણ ત્યાં હાજર હતા. દરમિયાન લોકોની સામે જ યુવક ઢળી પડે છે અને તેનું મોત થઈ જાય છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જે હવે સામે આવ્યા છે.
આફ્રિકામાં સ્ટોરમાં કામ કરતા ભરૂચના યુવકનું હાર્ટ એટેકથી મોત#Gujarati #bharuch #NRG pic.twitter.com/fVUYEi0hnd
— Gujarat Tak (@GujaratTak) September 11, 2023
ADVERTISEMENT
20 વર્ષથી આફ્રિકામાં રહેતો હતો યુવક
ભરૂચના આમોદ તાલુકાના ઈખર ગામના ઈકબાલ હાફેજી મહંમદ મલ્લુની ઉંમર 42 વર્ષની હતી. તેઓ 20 વર્ષ પહેલા રોજી રોટી માટે આફ્રિકામાં સ્થાયી થયા હતા. અચાનક હાર્ટ એટેકથી ઈકબાલનું મોત થતા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
ADVERTISEMENT