સેમ પિત્રોડાનું નિવેદન કોંગ્રેસને ડૂબાડશે! વારસાઈ ટેક્સ પર અમિત શાહે કહ્યું- કોંગ્રેસ પાર્ટી એક્સપોઝ થઈ ગઈ

ADVERTISEMENT

Amit Shah
Amit Shah
social share
google news

Sam Pitroda: કોંગ્રેસના નેતા સામ પિત્રોડાના નિવેદનથી રાજકીય ગરમાવો આવી ગયો છે. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, સેમ પિત્રોડાના નિવેદનોથી કોંગ્રેસ સંપૂર્ણ રીતે ખુલ્લી પડી ગઈ છે. તેમણે કહ્યું કે, હવે તેમનો મેનિફેસ્ટો બનાવવામાં સેમ પિત્રોડાની મહત્વની ભૂમિકા છે. અમિત શાહે કહ્યું, 'જ્યારે મોદીજીએ આ મુદ્દો ઉઠાવ્યો ત્યારે સમગ્ર કોંગ્રેસ, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી બેકફૂટ પર આવી ગયા હતા, હું માનું છું કે કોંગ્રેસ પાર્ટી તેના મેનિફેસ્ટોમાંથી આ મુદ્દો પાછો ખેંચી લેશે.'

અમિત શાહે કહ્યું, 'આજે સેમ પિત્રોડાના નિવેદનથી દેશ સમક્ષ કોંગ્રેસનો ઉદ્દેશ્ય સ્પષ્ટ થઈ ગયો છે. પહેલા તેમના મેનિફેસ્ટોમાં 'સર્વે'નો ઉલ્લેખ, મનમોહન સિંહનું જૂનું નિવેદન જે કોંગ્રેસનો વારસો છે - દેશના સંસાધનો પર લઘુમતીઓનો પ્રથમ અધિકાર છે, અને હવે સેમ પિત્રોડાની અમેરિકાનો ઉલ્લેખ કરતા કરેલી ટિપ્પણી કે સંપત્તિની વહેંચણી પર ચર્ચા-વિચારણા થવી જોઈએ.'

આ પણ વાંચો: ભાજપ સામે મેદાનમાં ઉતર્યા રવિન્દ્રસિંહ જાડેજાના બહેન નયનાબા, કહ્યું- અમે BJP વિરુદ્ધ કરાવીશું મતદાન

સંપત્તિને સરકારી ખજાનામાં નાખવા માંગે છે કોંગ્રેસ

અમેરિકાને ટાંકીને સામ પિત્રોડાએ કહ્યું કે, 55 ટકા સંપત્તિ સરકારી તિજોરીમાં જાય છે. અમિત શાહે કહ્યું, 'તેઓ (કોંગ્રેસ) દેશના લોકોની અંગત સંપત્તિનો સર્વે કરવા માંગે છે. તેને સરકારી મિલકતમાં રાખવા માંગે છે અને યુપીએ શાસન દરમિયાન નિર્ણય મુજબ તેનું વિતરણ કરશે. કોંગ્રેસે કાં તો તેને તેમના મેનિફેસ્ટોમાંથી પાછું ખેંચી લેવું જોઈએ અથવા સ્વીકારવું જોઈએ કે આ ખરેખર તેમનો ઈરાદો છે... હું ઈચ્છું છું કે લોકો સેમ પિત્રોડાના નિવેદનને ગંભીરતાથી લે. તેમનો ઈરાદો હવે સામે આવ્યો છે, લોકોએ તેનું ધ્યાન રાખવું જોઈએ..." 

આ પણ વાંચો

ADVERTISEMENT

આ પણ વાંચો: 

સેમ પિત્રોડાએ શું કહ્યું હતું?

કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ હાલમાં જ એક નિવેદનમાં કહ્યું હતું કે, જો ચૂંટણી બાદ તેમની સરકાર સત્તામાં આવશે તો સર્વે કરવામાં આવશે અને કોની પાસે કેટલી સંપત્તિ છે તેની તપાસ કરાશે. જ્યારે સેમ પિત્રોડાને તેમના નિવેદન વિશે પૂછવામાં આવ્યું તો તેમણે અમેરિકામાં વસૂલાતા વારસાઈ ટેક્સનો ઉલ્લેખ કરતા કહ્યું કે, અમેરિકામાં વારસાગત ટેક્સ વસૂલવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ પાસે 100 મિલિયન ડોલરની સંપત્તિ છે. તેમના મૃત્યુ પછી, 45 ટકા મિલકત તેમના બાળકોને ટ્રાન્સફર કરવામાં આવે છે જ્યારે 55 ટકા મિલકત સરકારની માલિકી બની જાય છે.

ADVERTISEMENT

તેમણે કહ્યું કે, આ ખૂબ જ રસપ્રદ કાયદો છે. આ હેઠળ, એવી જોગવાઈ છે કે તમે તમારા જીવનમાં ઘણી સંપત્તિ બનાવી છે અને તમારા મૃત્યુ પછી, તમારે તમારી સંપત્તિ લોકો માટે છોડી દેવી જોઈએ. આખી મિલકત નહીં પણ અડધી, જે મને યોગ્ય લાગે છે. પરંતુ ભારતમાં એવો કોઈ કાયદો નથી. જો અહીં કોઈની પાસે 10 અબજ રૂપિયાની સંપત્તિ છે. તેના મૃત્યુ પછી, તેના બાળકોને તેની બધી મિલકત મળી જાય છે, જનતા માટે કંઈ જ બચ્યું નથી. મને લાગે છે કે લોકોએ આવા મુદ્દાઓ પર ચર્ચા કરવી જોઈએ. મને ખબર નથી કે આ ચર્ચાનું પરિણામ શું આવશે. અમે નવી નીતિઓ અને નવા કાર્યક્રમો વિશે વાત કરી રહ્યા છીએ, જે માત્ર અમીરોના હિતમાં નહીં પણ લોકોના હિતમાં હોવા જોઈએ.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT