Lok Sabha Election: સૂરત લોકસભા સીટ બિનહરીફ થતાં જ Rahul Gandhi નો ભાજપ પર પ્રહાર, જુઓ શું કહ્યું

ADVERTISEMENT

Surat Lok Sabha Seat
શું છે સમગ્ર મામલો?
social share
google news

Surat Lok Sabha Seat: આજ રોજ ગુજરાતની રાજનીતિમાં એક એવી ઘટના બની જે ઇતિહાસમાં પ્રથમ વખત હશે.  4 જૂને આવનારી ચૂંટણીના પરિણામો પહેલા જ આ લોકસભા ચૂંટણીમાં ભાજપનું ખાતું ખુલી ગયું છે કારણ કે, હવે સુરત લોકસભા બેઠક પરથી ભાજપના મુકેશ દલાલ બિનહરીફ જીત્યા છે. જેને લઈ હવે રાહુલ ગાંધીએ હવે ભાજપ પર કટાક્ષ કર્યા છે. તેમણે સૂરત રાજનીતિ મામલે એક ટ્વીટ કરીને લખ્યું હતું કે, "સરમુખત્યારની અસલી 'સૂરત' ફરી એકવાર દેશની સામે! લોકોને તેમના નેતા પસંદ કરવાનો અધિકાર છીનવી લેવો એ બાબા સાહેબ આંબેડકરના બંધારણને નષ્ટ કરવા તરફનું બીજું પગલું છે. હું ફરી એકવાર કહી રહ્યો છું - આ માત્ર સરકાર બનાવવાની ચૂંટણી નથી, આ દેશને બચાવવા માટેની ચૂંટણી છે, બંધારણની રક્ષા માટેની ચૂંટણી છે." 

શું છે સમગ્ર મામલો?

વાત એવી છે કે  કોંગ્રેસના ઉમેદવારોના નામાંકન રદ્દ થયા બાદ બાકીના 8 ઉમેદવારોએ પણ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. આવી સ્થિતિમાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયા છે. લોકસભા ચૂંટણીમાં બીજેપીના સાંસદ બિનહરીફ ચૂંટાયા હોય તેવી આ પહેલી ઘટના છે. બીજી તરફ કોંગ્રેસે તેને મેચ ફિક્સિંગ ગણાવ્યું છે.

કેટલા ઉમેદવાર સૂરતમાં મેદાને હતા?

ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર ત્રીજા તબક્કામાં એટલે કે 7મી મેના રોજ મતદાન થવાનું છે, જેના માટે નામાંકન ભરવાની છેલ્લી તારીખ 19મી એપ્રિલ હતી અને નામાંકન પરત ખેંચવાની તારીખ 22મી એપ્રિલ છે. રાજ્યની સુરત લોકસભા બેઠક પરથી કોંગ્રેસ અને ભાજપ સહિત કુલ 11 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. ભાજપમાંથી મુકેશ દલાલ, કોંગ્રેસમાંથી નિલેશ કુંભાણી, બસપામાંથી પ્યારેલાલ ભારતી, સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીમાંથી અબ્દુલ હમીદ ખાન, ગ્લોબલ રિપબ્લિકન પાર્ટીમાંથી જયેશ મેવાડા, લોગ પાર્ટીમાંથી સોહેલ ખાને ઉમેદવારી નોંધાવી હતી. આ ઉપરાંત અજીતસિંહ ઉમટ, કિશોર દયાણી, બારૈયા રમેશભાઈ અને ભરત પ્રજાપતિ અપક્ષ ચૂંટણી મેદાનમાં હતા. આ સિવાય કોંગ્રેસે તેના વૈકલ્પિક ઉમેદવાર સુરેશ પડસાલાને પણ નોમિનેટ કર્યા હતા, પરંતુ દરખાસ્તના કારણે તેઓ પણ નામંજૂર થયા હતા.

આ પણ વાંચો

ADVERTISEMENT

કોંગ્રેસના ઉમેદવારનું નામાંકન નામંજૂર કરવામાં આવ્યું

ભાજપની ફરિયાદ બાદ દરખાસ્તના કારણે કોંગ્રેસના ઉમેદવારનું નામાંકન નામંજૂર કરવામાં આવ્યું હતું. આ પછી બાકીના 8 ઉમેદવારોએ પણ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. નિલેશ કુંભાણીનું નામાંકન નામંજૂર થતાં જ અન્ય તમામ ઉમેદવારો પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેશે તેવી ચર્ચાઓ શરૂ થઈ હતી. આ અંગે વિવિધ અટકળો પણ લગાવવામાં આવી રહી હતી. બધાની નજર બીએસપીના ઉમેદવાર પ્યારેલાલ ભારતી પર હતી, પરંતુ અન્ય ઉમેદવારોની જેમ તેમણે પણ આખરે પોતાનું નામાંકન પાછું ખેંચી લીધું અને આ બેઠક પર ભાજપની સીધી જીત સુનિશ્ચિત કરી. સુરત લોકસભા બેઠક 1989થી ભાજપ પાસે છે. આ પહેલા પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ અહીંથી 5 વખત સાંસદ રહી ચૂક્યા છે.

કોંગ્રેસે કહ્યું મેચ ફિક્સિંગ

આ મામલે કોંગ્રેસના નેતા જયરામ રમેશે તેને મેચ ફિક્સિંગ ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, "લોકશાહી જોખમમાં છે, તમે ઘટનાક્રમ સમજો છો. સુરત જિલ્લા ચૂંટણી અધિકારીએ સુરત લોકસભા માટે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું નામાંકન "ત્રણ પ્રસ્તાવકોની સહીઓની ચકાસણીમાં વિસંગતતાઓને કારણે" નામંજૂર કર્યું હતું અધિકારીઓએ કોંગ્રેસના અવેજી ઉમેદવાર સુરેશ પડસાલાનું નામાંકન નકારી કાઢ્યું હતું અને ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ સિવાયના તમામ ઉમેદવારોએ 7 મે 2024ના રોજ તેમના ઉમેદવારીપત્રો પાછા ખેંચી લીધા હતા. તેમણે કહ્યું કે MSME માલિકો અને વેપારીઓની સમસ્યાઓ અને ગુસ્સો જોઈને ભાજપ એટલો ડરી ગયો છે કે તે સુરત લોકસભાની મેચ ફિક્સ કરવાનો પ્રયાસ કરી રહી છે.
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT