Lok Sabha Election: ભાજપના કરોડપતિ મહિલા સાંસદ, સંપત્તિ સહિત 555 તોલા સોનુ; જાણો સંપૂર્ણ વિગત

ADVERTISEMENT

 Poonam Madam Nomination
પૂનમબેન માડમ પાસે જાણો કુલ કેટલી સંપત્તિ છે?
social share
google news

Poonam Madam Nomination: લોકસભાની ચૂંટણી માટે પહેલા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને ગુજરાતમાં 7 મેના રોજ મતદાન થવાનું છે. એવામાં ગુજરાતનું 26 બેઠકો પર ઉમેદવારોના ફૉર્મ ભરવાની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે આજે આપણે વાત કરીશું જામનગરના ભાજપના મહિલા ઉમેદવાર પુનમબેન માડમ વિશે કે જેને સોગંદનામામાં (Poonamben Maadam Net Worth) પોતાની સ્વપાર્જીત સ્થાવર જંગમ મિલ્કતોની બજાર કિંમત 64.38 કરોડ દર્શાવી છે. ઉપરાંત તેના પતિ પાસે લીધેલી 18 કરોડની લોન અને અન્ય 35 કરોડની લાયબિલિટી દર્શાવી છે. પૂનમબેન માડમ પાસે બે લક્ઝુરિયસ કાર, એક પિસ્તોલ અને પતિ પાસે 3 રાઈફલો હોવાનું જાહેર કરવામાં આવ્યું છે  

કુલ કેટલી સંપત્તિ છે?

જામનગરના ભાજપના ઉમેદવારે સોગંદનામામાં પોતાનું ઈન્કમટેક્સ રીર્ટન 80.13 લાખ, પતિ પરમિન્દરકુમારનું રીર્ટન 4.38 કરોડનું ભર્યાનું દર્શાવવામાં આવ્યું છે. તેમની પાસે 3.52 લાખ રોકડ રકમ છે,  પતિ પાસે 1.60 લાખ અને શેર તેમજ સરકારી યોજનાઓમાં મળીને કુલ 12.85 કરોડનું રોકાણ, 34.45 લાખની ટોયોટા ફોર્ચુનર, 45.89 લાખની ટોયોટા લેન્ડક્રુઝર કાર છે. જો ગોલ્ડની વાત કરવામાં આવે તો 5554.37 ગ્રામ સોનું જેની કિંમત 3.72 કરોડ છે, 51.52 લાખના હીરા, 19.82 લાખની ચાંદી, 1.8 લાખની બેરેટા પીસ્તોલ તેમજ પતિ પાસે ડબલ બેરલ બે અને એક સીંગલ બેરલ રાઈફલ મળીને પોતાની જંગમ મિલ્કતો 22.16 કરોડની અને પતિની જંગમ મિલ્કતો 35.77 કરોડની તથા હિન્દુ સંયુક્ત પરિવારની મિલ્કતો 2.66 કરોડની દર્શાવી છે.

આંદોલન પાર્ટ-2: ક્ષત્રિય સમાજ હવે ભાજપની વિરુદ્ધમાં, સુરેન્દ્રનગરમાં ક્ષત્રિયાણીઓના પ્રતિક ઉપવાસ શરૂ

પુનમબેન માડમ પાસે 64.38 કરોડની જંગમ મિલ્કત

તેમની પાસે જામનગર ખાતેના બે મકાન, ઓફીસ, ખેતીની વિવિધ જમીનો સહિતની પોતાની 47.09 કરોડની સ્વપાર્જીત મિલ્કતો દર્શાવી છે. જેની બજાર કિંમત 64.38 કરોડ છે. જામનગર લોકસભા બેઠકના એક માત્ર મહિલા ઉમેદવાર આર્થિક રીતે સૌથી શક્તિશાળી ઉમેદવાર ગણી શકાય છે. તેમણે વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીના બીકોમ ગ્રેજ્યુએટ કરેલું છે તેમજ તેમની સામે એક પણ પ્રકારના કેસ અથવાકોઈ પણ ટેક્સ કે સરકારી કરજો બાકી બોલતો નથી.
 

ADVERTISEMENT

Big News: સુરત લોકસભા સીટ પર કોંગ્રેસને મોટો ઝટકો, નિલેશ કુંભાણીની ઉમેદવારી રદ્દ

    follow whatsapp

    ADVERTISEMENT