આંદોલન પાર્ટ-2: ક્ષત્રિય સમાજ હવે ભાજપની વિરુદ્ધમાં, સુરેન્દ્રનગરમાં ક્ષત્રિયાણીઓના પ્રતિક ઉપવાસ શરૂ

ADVERTISEMENT

Parshottam Rupala Controversy
રૂપાલા સામે ક્ષત્રિયાણીઓ ઉપવાસ પર બેઠી
social share
google news

Parshottam Rupala Controversy: રાજકોટમાં ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ 16 એપ્રિલે વિવાદ વચ્ચે ફોર્મ ભર્યું હતું. એવામાં નારાજ ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન પાર્ટ-2ની ચીમકી આપી 19 એપ્રિલ સુધીનું અલ્ટિમેટમ આપ્યું હતું પરંતુ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થતાં ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન પાર્ટ-2 શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે સુરેન્દ્રનગરમાં આવેલા શક્તિ માતાજીના મંદિર ખાતે ક્ષત્રિયાણીઓ પ્રતિક ઉપવાસ ઉપર ઉતરી છે. 7 દિવસ સુધી પ્રતીક ઉપવાસ ચાલુ રાખવામાં આવશે.

સુરેન્દ્રનગરમાં ક્ષત્રિયાણીઓના ઉપવાસ

ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી અને ટિકિટ રદની માંગણી ઉગ્ર બની છે. સુરેન્દ્રનગરમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજની મહિલાઓ પ્રતિક ઉપવાસ ઉપર ઉતરી ગઈ છે. મહિલાઓ દ્વારા પરસોત્તમ રૂપાલાના વિરોધમાં નારા લગાવવામાં આવી રહ્યા છે. આપને જણાવી દઈએ કે, જો 7 દિવસમાં ટિકિટને લઈને નિર્ણય નહીં કરાય તો ક્ષત્રિય સમાજ દ્વારા ગામડે ગામડે ધર્મ રથ ફેરવવામાં આવશે અને ભાજપની વિરુદ્ધમાં મતદાન કરવાની અપીલ કરવામાં આવશે. 

આ પણ વાંચોઃ ક્ષાત્રવટના આંદોલનનો 'પાર્ટ- 2' તૈયાર, સંકલન સમિતિની બેઠક બાદ કરવામાં આવી મોટી જાહેરાત

 

આ પણ વાંચો

ADVERTISEMENT

સંકલન સમિતિએ આંદોલન-2ની કરી છે જાહેરાત

ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ (કોર કમિટી) દ્વારા 19 એપ્રિલના રોજ આંદોલન પાર્ટ-2ની જાહેરાત કરવામાં આવી છે. સંકલન સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, 26 લોકસભા સીટ ઉપર ભાજપનો જાહેરમાં વિરોધ જાહેર કરીને સક્ષમ પક્ષના ઉમેદવારની તરફેણમાં મતદાન કરવામાં આવશે. (દુશ્મનનો દુશ્મન આપણો દોસ્તની નીતિ અપનાવી)

આ પણ વાંચોઃ ક્ષત્રિય સમાજના આંદોલનથી ગુજરાતમાં ભાજપને કેટલી બેઠકો પર ફટકો પડી શકે? પી.ટી જાડેજાનો માટો દાવો

 

ADVERTISEMENT

ભાજપ વિરુદ્ધ મતદાન કરાશેઃ સંકલન સમિતિ 

ગુજરાતના ગામડે ગામડે સભાઓ (કાર્યક્રમ) આયોજિત કરીને ભાજપ વિરૂદ્ધમાં મતદાન કરાવવા સર્વ સમાજને આહવાન કરવામા આવશે. ભાજપની જાહેર સભાઓમાં કાળા વાવટાની જગ્ એ હવેથી ભગવા (કેસરિયો) ઝંડાથી વિરોધ કરાશે. મહિલાઓ દરેક જિલ્લાઓમાં એક દિવસનો ક્રમિક પ્રતિક ઉપવાસ ઉપર બેસશે. 

ADVERTISEMENT

ધર્મરથ કાઢી લોકોને કરાશે જાગૃત

દરેક જિલ્લાઓની સામાજિક સંસ્થા (કમિટી) દ્વારા શિસ્ત અને સંયમથી ભાજપ વિરૂદ્ધ મતદાન માટે કાર્યક્રમ કરાશે. ગુજરાતના 5 ઝોનમાં 22 એપ્રિલ થી ધાર્મિક સ્થળથી ધર્મરથ કાઢી ગામડે ગામડે ભાજપ વિરૂદ્ધ મતદાન કરવા લોકોને જાગૃત કરવામાં આવશે. માત્ર ગુજરાત નહીં પણ સમગ્ર ભારતના રાજ્યો સુધી આ આંદોલન પહોચાડવામા આવશે.

ઈનપુટઃ સાજીદ બેલીમ, સુરેન્દ્રનગર

    follow whatsapp

    ADVERTISEMENT