Rupala Controversy: ક્ષાત્રવટના આંદોલનનો 'પાર્ટ- 2' તૈયાર, સંકલન સમિતિની બેઠક બાદ કરવામાં આવી મોટી જાહેરાત
રાજકોટમાં ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ 16 એપ્રિલે વિવાદ વચ્ચે ફૉર્મ ભર્યું હતું. એવામાં નારાજ ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન પાર્ટ- 2ની ચીમકી આપી 19 એપ્રિલ સુધીનું અલ્ટિમેટમ આપ્યું હતું પરંતુ રૂપાલા દ્વારા ફૉર્મ પાછું ન ખેંચતા હવે આગામી પાર્ટ- 2 શરૂ કરવાની રણનીતિ ઘડવા માટે આજે સંકલન સમિતિની બેઠક મળી હતી.
ADVERTISEMENT
Parshottam Rupala Controversy: રાજકોટમાં ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ 16 એપ્રિલે વિવાદ વચ્ચે ફૉર્મ ભર્યું હતું. એવામાં નારાજ ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન પાર્ટ- 2ની ચીમકી આપી 19 એપ્રિલ સુધીનું અલ્ટિમેટમ આપ્યું હતું પરંતુ રૂપાલા દ્વારા ફૉર્મ પાછું ન ખેંચતા હવે આગામી પાર્ટ- 2 શરૂ કરવાની રણનીતિ ઘડવા માટે આજે સંકલન સમિતિની બેઠક મળી હતી. રાજપૂત સમાજની 92 સંસ્થાના પ્રતિનિધિઓની એક મહત્ત્વની બેઠક ગોતા રાજપૂત ભવન ખાતે રાખવામાં આવી છે. આ બેઠક પૂર્ણ થયા બાદ એક પ્રેસ-કોન્ફરન્સ કરી આગામી કાર્યક્રમો અંગે જાણ કરવામાં આવી હતી.
ક્ષત્રિયાણીઓ દ્વારા ઉપવાસ કરવામાં આવશે
ક્ષત્રિય સંકલન સમિતિની બેઠક પૂર્ણ થયા બાદ કરણસિંહ દ્વારા કેટલીક મોટી જાહેરાતો કરવામાં આવી. જેમાં તેમણે કહ્યું કે, રૂપાલા દ્વારા આપેલ અલ્ટિમેટમમાં ઉમેદવારી પાછી નહીં ખેંચાય તો આવતીકાલથી ગુજરાતના તમામ જિલ્લાઓમાં બહેનો 7 મે સુધી ક્રમિક રીતે 1 દિવસીય પ્રતિક ઉપવાસ કરશે. અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેર કરવામાં આવેલ જાહેરનામાનો પણ વિરોધ કર્યો, કાળા વાવટા ન ફરકવા અંગેના જાહેરનામાં પર તેમણે કહ્યું કે આ લોકશાહીનું ખૂન છે, શાંતિ અને સંયમથી કેસરિયા ધ્વજ સાથે વિરોધ કરશે જેમાં રામજી હશે. સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાંથી ધર્મ રથ નીકળશે.
હવે અમારું લક્ષ્ય બોયકોટ ભાજપ: કરણસિંહ
300 મહિલાની ફૉર્મ ભરવાની વાત પણ તેમણે કહ્યું કે, યુદ્ધમાં રણનીતિ હોય છે જે બદલવામાં આવી છે. સમાજના અન્ય આગેવાનોને મળ્યા ત્યારે ધ્યાનમાં આવ્યું કે જેમને હરાવવામાં મતો તૂટી જશે, અમે મહિલાઓ ફોર્મ ભરવાનું મોકૂફ રાખ્યો, અમે ભાજપનો વિરોધ કરીશું, કયા પક્ષને મત આપવો તેની કોઈ સ્પષ્ટતા ન કરી. ભાજપનો વિરોધ કરીશું એટલે સામે જે પક્ષ હસે એને ફાયદો થશે, સર્વાનુમતે અમે ઠરાવો કર્યા છે. હવે પુરુષોત્તમ રૂપાલાની વાત પૂરી થઈ ગઈ, લોકોને હવે અમારા સુધી લાવવાનું છે, હવે અમારું લક્ષ્ય ભાજપ બોયકોટ છે. વધુમાં જણાવતા કહ્યું કે, અમે 100 ટકા રૂપાલાને હરાવીશું, અમે બુથ સુધી જઈશું, 8 સીટો પર ભાજપ ડેમેજ થાય છે, 26 બેઠકો પર અમારે ભાજપને ડેમેજ કરવાનું છે, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, ભાવનગર વગેરે જગ્યાએ ડેમેજ થશે. આજથી ભાજપનો બોયકોટ શરૂ થશે, ભાજપને કાંટાની ટક્કર આપીશું
ADVERTISEMENT
Big Breaking: જૂનિયર-સિનિયર ક્લાર્ક સહિતની પરીક્ષા સ્થગિત, ક્યારે જાહેર કરાશે નવી તારીખ?
અમારું નવું સૂત્ર 'મત એ જ અસ્ત્ર, મત એ જ શસ્ત્ર'
ઉપરાંત રણનીતિના ભાગ રૂપે એક નવું સૂત્ર પણ આપવામાં આવ્યું છે. કરણસિંહ કહ્યું કે, આગેવાનો ધર્મ રથમાં ફરશે, 22 એપ્રિલથી ધર્મ રથ ફરશે, દરેક તાલુકામાં જિલ્લા પ્રવક્તાની નિમણૂંક રાજકોટ અમારું એ.પી સેન્ટર અમે જિલ્લા મુજબ કમિટી બનાવીશું, યુવા અને લીગલ કમિટી પણ બનશે, લોકલ PIએ અમારો કાર્યક્રમ અટકાવવાનો પ્રયત્ન કર્યો, ભાવનગર ખાતે લોકલ ક્રાઈમ બ્રાન્ચે કાર્યક્રમ રોકવાનો પ્રયાસ કર્યો છે, અમે ગૃહમંત્રી અને પોલીસ મહાનિર્દેશકને રજૂઆત કરીએ કે પોલીસ મોકલશો નહિ, રાજકોટ એપી સેન્ટર છે તેમજ અમારું નવું સૂત્ર રહેશે 'મત એ જ અસ્ત્ર, મત એ જ શસ્ત્ર'.
આ પણ વાંચો:- ભગવાન શિવના વાસુકી નાગના અસ્થિત્વને મળ્યું વૈજ્ઞાનિકોનું સમર્થન, કચ્છમાંથી મળી આવ્યા અવશેષો
ADVERTISEMENT